અમદાવાદ : સીમ સ્વેપિંગ કરી કરોડોની ઠગાઈ કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ સાઇબર ક્રાઇમના હાથે ઝડપાયો

આરોપી મૂળ વેસ્ટ બેંગાલ રહેવાસી છે. માત્ર 10 ધોરણ પાસ આ આરોપી ભલ ભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી(Fraud) આચરી ચૂક્યો છે.

અમદાવાદ :  સીમ સ્વેપિંગ કરી કરોડોની ઠગાઈ કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ સાઇબર ક્રાઇમના હાથે ઝડપાયો
છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 02, 2022 | 7:22 PM

અમદાવાદ (Ahmedabad)સાયબર ક્રાઈમની (Cyber crime) ટીમે સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ (Fraud)કરતી નાઇજિરિયન ગેંગ માસ્ટર માઇન્ડ એવા ભારતીય સાગરીતની ધરપકડ કરી. ગુજરાત સહિત અનેક રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો. કોણ છે સીમ સ્વેનેપિંગનો માસ્ટર માઈન્ડ અને કેવી રીતે આચરતો હતો કરોડો રૂપિયાની ઠગાઈ વાંચો આ ક્રાઇમ રિપોર્ટમાં.

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં દેખાતા આરોપીનું નામ સાગર મહાતો છે. આરોપી મૂળ વેસ્ટ બેંગાલ રહેવાસી છે. માત્ર 10 ધોરણ પાસ આ આરોપી ભલ ભલા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે. વર્ષ 2020માં અમદાવાદના એક વેપારી સાથે 1કરોડ 37 લાખ કરતાં વધુ રૂપિયાની સીમ સવેપિંગના આધારે છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી. અને જેની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને સૌથી મોટી સફળતા મળી છે. અને વેસ્ટ બેંગાલથી સીમ સ્વેપીંગના ગુનાનો ભારતીય માસ્ટર માઈન્ડ આરોપી સાગર મહાતોની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપી સાગર મહાતો સીમ સ્વેપિંગ માટેની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ગુનો આચરવા માટે શનિવારનો દિવસ નક્કી કરતો હતો.જેથી કરીને ભોગ બનનારને પોતાનાં એકાઉન્ટની જે ટ્રાન્જેક્શનની વિગત ના મળે અને બે દિવસમાં ભોગ બનનારના પૈસા બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા. જોકે આખું નેટવર્ક નાઇઝેરીયન દ્વારા ચાલે છે. જેમાં નાઇઝેરીયન હેકર ભોગ બનનારના ડેટા હેક કરીને ભોગ બનનારના કોમ્યુટર, લેપટોપથી ડિટેઇલ મેળવી આઈ.ડી.પ્રુફ લઈ લેતા અને ભોગ બનનાર સીમકાર્ડ બંધ કરીને બોગ્સ ડોક્યુમેન્ટ આધારે આરોપી સાગરના સાગરીતો દ્વારા તે જ નંબરનું નવું સીમકાર્ડ મેળવી લેતા અને નેટ બેન્કિંગથી ભોગ બનનાર એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી ઠગાઇ કરતા. જે ટ્રાન્સફર કરેલ પૈસા આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર મારફતે ચેક અને એટીએમથી વિડ્રો કરી મેળવી લેતા હતા. ત્યારે ફ્રોડમાં મળેલ રકમના કુલ પૈકી 20 ટકા રકમ એકાઉન્ટ હોલ્ડરને તથા બાકીના 30 ટકા રકમ મધ્યસ્થી કરનાર વ્યક્તિને આપવાના હતા અને બાકીના 50 ટકા આરોપી સાગર નાઇઝેરીયન ગેંગને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સિમ સ્વેપિંગના ડેટા નાઇજિરિયન ગેંગ દ્વારા આરોપી સાગરને આપવામાં આવતા હોવાનું કબૂલાત કર્યું છે. ત્યારે પકડાયેલ આરોપી અગાઉ મુંબઈ , હૈદરાબાદ , વેસ્ટ બંગલામાં 10થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. હાલ તો સાયબર ક્રાઈમની ટીમે માસ્ટર માઈન્ડની ધરપકડ કરી. નાઇજિરિયન ગેંગના વોન્ટેડ આરોપીઓ પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">