Ahmedabad: મેઘાણીનગરમાં પ્રેમસંબંધની આશંકાના હત્યાના કેસમાં પોલીસે હત્યારાઓની કરી ધરપકડ

અમદાવાદમાં રથયાત્રા પછીના દિવસે એક જ દિવસમાં 3 હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ ગુનામાં પોલીસે પ્રેમસંબંધમાં હત્યા થઈ હોવાની થિયરીના આધારે જ આરોપી સુધી પહોંચી હતી.

Ahmedabad: મેઘાણીનગરમાં પ્રેમસંબંધની આશંકાના હત્યાના કેસમાં પોલીસે હત્યારાઓની કરી ધરપકડ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 15, 2021 | 8:17 PM

Ahmedabad: મેઘાણીનગર (Meghaninagar)વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે, પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. અલ્પુ પટણી અને સાહીલ પટણી આ બંને ઈસમોએ પોતાના અન્ય બે મિત્રો સાથે ભેગા મળીને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હિતેશ પટણી નામના યુવકની સરેઆમ હત્યા નિપજાવી હતી.

મહત્વનું છે કે આરોપી અલ્પુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના મિત્રોને સમાધાનના નામે રામેશ્વર પાસે કૈલાશ સ્કૂલની બાજુમાં રિક્ષામાં બેસાડી લઈ જઈ હિતેશ પટણીને ચપ્પુના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મહત્વનું છે કે અમદાવાદમાં રથયાત્રા પછીના દિવસે એક જ દિવસમાં 3 હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ ગુનામાં પોલીસે પ્રેમસંબંધમાં હત્યા થઈ હોવાની થિયરીના આધારે જ આરોપી સુધી પહોંચી હતી. આરોપી અલ્પુ પટણી ઠક્કરનગરમાં રહેતો હોવાનું તેમજ અન્ય આરોપી સાહિલ પટણી ચાંદખેડામાં રહેતા હોવાનું અને છૂટક મજૂરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે હાલ તો આ કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરને પણ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ ગુનામાં પ્રેમસંબંધની આશંકામાં થયેલી હત્યામાં પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા છરા, ગુપ્તી તેમજ ઓટો રીક્ષા કબ્જે કરી છે. પરંતુ ખરેખર આરોપીની મંગેતરને મૃતક હિતેશ સાથે પ્રેમસંબંધ હતો કે કેમ અને હત્યા કરવા પાછળ તે જ કારણ જવાબદાર છે કે અન્ય કોઈ તે દિશામાં મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Banaskantha Breaking News: આવક કરતાં વધુ સંપત્તિ કેસમાં ડીસા સેશન્સ કોર્ટે નિવૃત્ત મદદનીશ ઈજનેરને ૬૫ લાખનો દંડ અને ચાર વર્ષની સજા ફટકારી

આ પણ વાંચો: PNB MetLife એ 4.6 લાખ Policy Holder ને રૂપિયા 532 કરોડનું બોનસ જાહેર કર્યું , કોને મળશે લાભ? જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">