અમદાવાદ : કાલુપુરમાં સોનાની વી.સી.સ્કિમના બહાને કરોડોની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયો, કેવી રીતે રચ્યો છેતરપિંડીનો ખેલ ?

પોલીસ ગિરફતમાં આવેલા આરોપી તાપસ ગોવિંદ મંડલે વર્ષ 2019માં અનેક વેપારીઓને વીસીની સ્ક્રીમના નામે લાખો રૂપિયાની ઠગાઇ આચરી હતી. આરોપી તાપસ ગોવિંદ મંડળ મૂળ કલકત્તાનો રહેવાસી છે.

અમદાવાદ : કાલુપુરમાં સોનાની વી.સી.સ્કિમના બહાને કરોડોની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયો, કેવી રીતે રચ્યો છેતરપિંડીનો ખેલ ?
અમદાવાદ-ક્રાઇમ (ફાઇલ)

અમદાવાદના કાલુપુરમાં સોનાના વી.સીની સ્કિમના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર આરોપી કલકત્તાથી ધરપકડ કરવામાં આવી છે. સોનાની વી.સી ચલાવી અનેક વેપારીઓના લાખો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં કાલુપુર પોલીસે બે વર્ષ બાદ આરોપી ધરપકડ કરી પરતું એક પણ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે ન કર્યો.

પોલીસ ગિરફતમાં આવેલા આરોપી તાપસ ગોવિંદ મંડલએ વર્ષ 2019માં અનેક વેપારીઓને વીસીની સ્કિમના નામે લાખો રૂપિયાની ઠગાઇ આચરી હતી. આરોપી તાપસ ગોવિંદ મંડળ મૂળ કલકત્તાનો રહેવાસી છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી કાલુપુર રતનપોળમાં આવેલ ભારતી ચેમ્બર્સમાં દુકાન ધરાવી સોનાના દાગીના બનાવવા કામ કરતો હતો. જે દરમિયાન આરોપી ગોવિંદ મંડલે એક કિલો સોનાની એક વી.સી શરૂ કરી. જેમાં સોની વેપારીઓ વી.સીમાં રહ્યા હતા.

જે શરૂઆતની વી.સી પુરી થવા જતા લોકોને વિશ્વાસ આવતા આરોપી તાપસે 1200 ગ્રામ સોનાની બીજી વી.સી શરૂ કરી. જેમાં ચાર મહિના થતા જ આરોપી ગોવિંદ કરોડો રૂપિયાનું સોનુ લઈ ફરાર થઈ ગયો હતો. આરોપી ગોવિંદ જોડે અન્ય બાપી નામનો આરોપી ભાગી ગયો હતો. બન્ને આરોપી અમદાવાદથી દિલ્હી ગયા હતા. જે બાદ દિલ્હીથી નેપાળ રહેતા હતા. જોકે બે મહિનાથી આરોપી કલકત્તા આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે કલકત્તાથી તાપસની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ બાપી અને મિલોન જાના નામમાં બે આરોપી ગુનામાં સંડોવણી બહાર આવી છે.

પકડાયેલ આરોપી તાપસ ગોવિંદ વી.સી સ્કિમ નામે વેપારીઓ સાથે ઠગાઇ આચરવા પ્રિ પ્લાનિંગ કર્યું હતું. આરોપી મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો શરૂઆતમાં 28 વેપારીઓ ભેગા મળી 28 મહિના માટે 1 કિલો સોનાનો ડ્રો (વી.સી) રાખવામાં આવી હતી. જેમાં સ્ક્રિમમાં એવી સિસ્ટમ રાખવામાં આવી હતી કે 28 મહિના પહેલા જે સભ્યને 1 કિલો સોનુ લેવુ હોય તેણે બોલી બોલ્યા બાદ જેટલા ગ્રામ સોનાની બોલી કરી તેટલુ સોનુ ડ્રો લાગે તેને આપી દેવાનુ રહેશે. તેમ કરીને દર મહિને સોનાનો ડ્રો રાખવામાં આવતો હતો.

જેમાં લગભગ એક વેપારીના ભાગે દર મહિને 28 થી 30 ગ્રામ સોનુ ભેગુ કરીને કુલ 1 કિલો સોનુ એક વેપારી ડ્રોમાં આપવામાં આવતુ હતુ. આમ કરીને 13 જેટલા હપ્તાના સોનાના પૈસા 28 વેપારીઓ આપ્યા હતા. જેમાં 13 વેપારી 1 કિલો સોનુ મળી ગયુ હતુ જેમાં 15 વેપારીનુ સોનુ મળ્યુ ન હતુ. આરોપી તાપસ દ્વારા બીજા 1,200 કિલો સોના વી.સી સ્કિમમાં ચાર મહિના શરૂ થતા જ કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે મોટાભાગના ભોગ બનાર કલકતાના બંગાળી વેપારીઓ સ્કિમના મેમ્બર હતા.

પોલીસ પૂછપરછમાં  ગોવિંદ મંડલ દ્વારા ઠગાઇ પ્લાન ધડવામાં અને મદદગારી કરવામાં કલકત્તામાં રહેલ રાજકીય પાર્ટીના  કાર્યકરનું  સામે આવ્યું છે..જે મુખ્ય આરોપી રામપદો મન્ના હોવાનું પોલીસને આશંકા  છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે ત્યારે અન્ય કેટલા વેપારીઓ ભોગ બન્યા છે તેને લઈ આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. કારણકે એક જ વેપારીના 1 કિલો 963 ગ્રામનુ સોનાના કુલ 75 લાખ રૂપિયાનુ સોનુ લઇને આરોપી તાપસ ફરાર થઇ ગયો હતો. આવી જ રીતે અનેક વેપારીના સોનાના પૈસા લઇને રફુચક્કર થઇ ગયો હતો.જે તપાસ બાદ ઠગાઇનો આંકડો વધી શકે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati