AHMEDABAD : સાણંદમાં વિદેશી નાગરીકો પાસેથી પૈસા પડાવતું મોટું કોલસેન્ટર પકડાયું, 22 લાખનો મુદ્દામાલ જપ્ત

Call Cenetr in Sanand : તપાસમાં સામે આવ્યું કે તેઓ અમેરિકાના નાગરિકો જેઓએ લોન લીધી હોય અને હપ્તા ન ભર્યા હોય તેવા લોકોને બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવતા હતા

AHMEDABAD : સાણંદમાં વિદેશી નાગરીકો પાસેથી પૈસા પડાવતું મોટું કોલસેન્ટર પકડાયું, 22 લાખનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad : large call center was seized in Sanand for extorting money from foreign citizens
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 06, 2021 | 7:58 PM

AHMEDABAD : રાજ્યમાં બે વર્ષ બાદ સૌથી વધારે સીટીંગ વાળું મોટું બોગસ કોલ સેન્ટર પકડાયું છે. સાણંદના વાસણા ગામમાં આવેલ ગોડાઉનમાં 20 સીટીંગ બેઠક વાળું બોગસ કોલ સેન્ટર પકડાયું છે.બોગસ કોલ સેન્ટર ચલાવનારાઓએ હવે મોડ્સ ઓપરેન્ડી બદલી નાખી છે. હવે શહેરોમાં નહીં પણ ગામડાઓમાં રહેલ ગોડાઉનમાં બોગસ કોલ સેન્ટર ધમધમી રહ્યાં છે. અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીએ આવા જ એક કોલ સેન્ટર પર્દાફાશ કર્યો છે.

વિદેશી નાગરીકો પાસેથી પડાવતા હતા પૈસા અમેરિકાના નાગરિકોને લોન અપાવાના બહાને ઠગીને પૈસા પડાવતુ બોગસ કોલ સેન્ટર સાણંદના વાસણા ગામ પાસેથી ઝડપાયુ છે.અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે સાણંદના ઇયાવા પાસેના નટરાજ એસ્ટટમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી 19 યુવકોની ધરપકડ કરી છે…આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે તેઓ અમેરિકાના નાગરિકો જેઓએ લોન લીધી હોય અને હપ્તા ન ભર્યા હોય તેવા લોકોને બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવતા હતા અથવા લોન આપવાના બહાને અમેરિકન નાગરિકો પૈસા પડાવતા હતાં.

બે વર્ષ બાદ આટલું મોટું કોલ સેન્ટર ઝડપાયું અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી તપાસ કરતા બોગસ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી ભાવેશ ઠક્કર અને વિક્કી પ્રજાપતિ હોવાનું સામે આવ્યુ છે. આ બન્ને આરોપીઓ પોલીસથી બચવા એક ગામડા બંધ ગોડાઉનમાં છેલ્લાં એક મહિનાથી 20 સિટીગ વાળું બોગસ કોલ સેન્ટર ભાગીદારી શરૂ કર્યું હતુ..આરોપીઓ આ કોલ સેન્ટર ચલાવવા માટે દિલ્હી ખાતે ટ્રેનિંગ લેવા ગયા હોવાનું સામે આવ્યુ છે. બોગસ કોલ સેન્ટરમાં કામ કરતા 17 જેટલા યુવકો અમદાવાદના રહેવાસી છે, જે દરરોજ અમદાવાદથી અપડાઉન કરતા હોવાનું સામે આવ્યુ છે, જેમને 15 થી 20 હજાર પગાર આપતાં હતાં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન,19 લેપટોપ,9 વાહન સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓએ કેટલા અમેરિકન નાગરિકો સાથે કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે અને લીડ ક્યાંથી મેળવતા હતાં તે દિશામાં તપાસ શરૂ કરી છે.કોલ સેન્ટર ચલાવનાર આરોપીઓને હવે શહેરમાં પોલીસનો ડર બેઠો હોવાથી હવે ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં બૉગ્સ કોલ સેન્ટર શરૂ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

આ પણ વાંચો : હવે ધોરણ-12 સાયન્સના જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ BEમાં મળશે પ્રવેશ, આ વર્ષે આટલા વિદ્યાર્થીઓ મેરીટલીસ્ટમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">