શહેરમા વધુ એક ફાયરિંગની ઘટના, વિવાદાસ્પદ સોનલ સિનેમાની જમીન મુદ્દે બિલ્ડરે કર્યુ ફાયરિંગ.

શહેરમા વધુ એક ફાયરિંગની ઘટના, વિવાદાસ્પદ સોનલ સિનેમાની જમીન મુદ્દે બિલ્ડરે કર્યુ ફાયરિંગ.

સોનલ સિનેમાની કિંમતી જગ્યા માટે કુખ્યાત નઝીર વોરા અને બિલડર મીનેશ પટેલ વચ્ચે વર્ષોથી વિવાદ અને ઝઘડાઓ ચાલી રહ્યા છે. જમીનનો  વિવાદ કોર્ટમાં પણ પહોંચેલો છે. પરંતુ ન તો વિવાદ નો અંત આવી રહ્યો છે, કે ન બન્ને વચ્ચે થઈ રહેલા હુલમાઓ અટકી રહયા છે. તેવામા આજે વધુ એક ફાયરિંગની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતુ […]

yunus.gazi

| Edited By: jignesh.k.patel

Apr 11, 2019 | 4:55 PM

સોનલ સિનેમાની કિંમતી જગ્યા માટે કુખ્યાત નઝીર વોરા અને બિલડર મીનેશ પટેલ વચ્ચે વર્ષોથી વિવાદ અને ઝઘડાઓ ચાલી રહ્યા છે. જમીનનો  વિવાદ કોર્ટમાં પણ પહોંચેલો છે. પરંતુ ન તો વિવાદ નો અંત આવી રહ્યો છે, કે ન બન્ને વચ્ચે થઈ રહેલા હુલમાઓ અટકી રહયા છે. તેવામા આજે વધુ એક ફાયરિંગની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું હતું. 

અમદાવાદના સોનલ સિનેમા નજીકની વિવાદાસ્પદ જગ્યાને લઈ આજે ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે,  તડીપાર નઝીર વોરાની પત્ની સાજેદા તથા તેના બે પુત્રો અસફાક અને મોઇન  વિવાદિત જગ્યા પર હતા તે સમયે બિલ્ડપ  મીનેશ પટેલ તેમની સાથે ઝગડો કર્યો હતો. ઝગડો એટલો ઉગ્ર બન્યો કે બિલ્ડર મીનેશ પટેલે પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ઘટના ની જાણ થતા ડીસીપી,એસીપી અને સ્થાનિક પોલીસ સ્ટેશન નો કાફલો દોડી આવ્યો હતો.  પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વેજલપુર પોલીસ મથકના પી આઈ એલ ડી ઓડેદરા એ જણાવ્યું કે, સોનલ સિનેમાની વિવાદાસ્પદ જગ્યાને લઈને  આ પહેલી વખત ઝગડો નથી થયો. બંને પક્ષો વિરુદ્ધ અત્યાર સુધી સામસામે 4 જેટલી ફરિયાદો નોંધાઈ ચુકી છે.
નઝીર વોરાની માથાભારે છાપ આ જમીનના વિવાદ તથા અન્ય ગુનાહિત ભૂતકાળ ને લઈને વેજલપુર પોલીસ ની ભલામણથી તાજેતરમાંજ પોલીસ કમિશનર દ્વારા નઝીર વોરાને અમદાવાદમાં થી તડીપાર કરવામાં આવેલ છે.તો આ તરફ મિનેશ પટેલે જે હથિયર થી ફાયરિંગ કર્યું છે તે રિવોલ્વરનું લાયસન્સ લીધેલ છે. ચૂંટણી ને અનુલક્ષીને લાયસન્સ વાળા હથિયારો પણ પોલીસને જમા કરાવી દેવાના હોય છે પરંતુ પોતાને જોખમ હોવાનું કહીને મીનેશ પટેલે હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ મેળવેલ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati