Ahmedabad: અમદાવાદ બની રહ્યું છે ગાંજાનું એપી સેન્ટર? પોલીસે 150 kg ગાંજો પકડ્યો

Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગત મોડીરાત્રે સાણંદના ચેખલા પાસેથી દોઢ સો કિલો ગાંજા સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા એક મહિનાથી ગોઠવાયેલી વોચ દરમ્યાન પોલીસે મોડી સાંજે ઓપરેશન પાર પાડયું હતું.

  • Updated On - 11:33 am, Wed, 16 June 21 Edited By: Pinak Shukla
Ahmedabad: અમદાવાદ બની રહ્યું છે ગાંજાનું એપી સેન્ટર? પોલીસે 150 kg ગાંજો પકડ્યો
File Photo

Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) ગત મોડીરાત્રે સાણંદના ચેખલા પાસેથી દોઢ સો કિલો ગાંજા (Cannabis)સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા એક મહિનાથી ગોઠવાયેલી વોચ દરમ્યાન પોલીસે મોડી સાંજે ઓપરેશન પાર પાડયું હતું. પોલીસ કાર્યવાહી બાદ ઘટસ્ફોટ થયો છે કે, આંધ્રપ્રદેશ (Andhrapradesh)થી ટ્રકમાં 1000 કિલો ગાંજો અમદાવાદના સાણંદ-મહેસાણા હાઈવે પરથી રાજસ્થાન (Rajasthan) પહોંચડવાનું ષડયંત્ર હતું.

આ ગાંજો સાણંદના ચેખલા નજીક ઉતરવાનો અને બીજા વાહનમાં રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય રાજ્યો સુધી પહોંચવાનો પ્લાન હતો. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે બાતમી પાક્કી હતી પરંતુ શંકા છે કે, ચેખલા પાસે રાત્રે જ્યારે ઓપરેશન કર્યું તે પહેલાં જ ગાંજો ભરેલો ટ્રક લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોઇ શકે છે! જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

પોલીસના કહેવા પ્રમાણે એક સ્થાનિક વ્યક્તિ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ત્રણ આરોપીઓ રાજસ્થાનના છે. જે રાજસ્થાનના મુખ્ય રીસીવર સાથે સંકળાયેલા હોવાની શંકા છે. પોલીસે રાજસ્થાનના આ મુખ્ય રીસીવર નું નામ પણ તપાસમાં ખોલી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ સાણંદના ચેખલા નજીક ઉતારવા માં આવેલો ગાંજો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બપોર સુધીમાં આખી ઘટનાની સત્તાવાર જાહેરાત જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati