Ahmedabad: લતીફ સાથે સંકળાયેલ અને ખૂંખાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, 8 પિસ્ટલ અને 62 કારટીઝ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો અને સરફરાઝ ઉર્ફે શફી નામના શખ્સની હથિયારો છુપાવવાના ગુનામાં ધરપકડ કરી છે.

Ahmedabad: લતીફ સાથે સંકળાયેલ અને ખૂંખાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, 8 પિસ્ટલ અને 62 કારટીઝ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
Crime Branch succeeds in nabbing one more notorious accused
Darshal Raval

| Edited By: Jayraj Vala

Oct 02, 2021 | 5:01 PM

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો અને સરફરાઝ ઉર્ફે શફી નામના શખ્સની હથિયારો છુપાવવાના ગુનામાં ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી આવા ગુનાની શોધખોળમાં હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચના બે અખ્તર અલી અને ગુલાબ ભાઈ નામના કર્મચારીને બાતમી મળી કે, મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો હથિયાર લઈને ફરી રહ્યો છે. જેઓ કારમાં હાથીજણ સર્કલથી જશોદાનગર થઈ નારોલ જવાના છે. જે બાતમી આધારે વોચ રાખી તપાસ કરતા ટેમ્પો પાસેથી 3પિસ્ટલ અને કેટલાક કાટરીઝ મળી આવ્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પો અને તેની સાથે રહેલ શફીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરતાં ચોંકાવનાર ખુલાસા સામે આવ્યો હતા. જેમાં સામે આવ્યું કે, ટેમ્પો સુરતમાં ગલી મંડી પાસે અસરફપીર બાવાની દરગાહમાં 3 પિસ્ટલ, 20 કાર્તિઝ અને 1 નંગ મેગેજીન અને ધોળકામાં ગંજ સોહદાપીર બાવાની દરગાહમાં પિસ્ટલ 2. કાર્તિઝ 20 અને 2 મેગેજીન હથિયાર છુપાવી રાખ્યા છે. જે અંગે તપાસ કરતા તમામ મુદામાલ મળી કુલ 8 પિસ્ટલ અને 62 કારટીઝ મળી આવી હતી. અન્યમુદામાલ મળી 5 લાખ ઉપરનો મુદામાલ કબજે કરાયો છે.

એટલું જ નહીં વધુ તપાસ કરતા સામે આવ્યું કે, આરોપી મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો પહેલા ટેમ્પો ચલાવી ગુજરાણ ચલાવતો અને તેણે 1986થી ગુનાહિત પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. જે બાદ હાલ સુધી તેની સામે હત્યા, હત્યાની કોશિશ. લૂંટ, ચોરી, અપહરણ, ખંડણી અને મારામારી સહિત હથિયાર રાખવા મળીને કુલ 30 જેટલા ગુનાઓ દાખલ છે.

તો તપાસ કરતા એ પણ સામે આવ્યું કે, સુરતની દરગાહ ખાતે જ્યાં હથિયાર છુપાવ્યા હતા ત્યાં તેના ધર્મગુરુ હતા. જેમનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું. જે બાદ દરગાહના ટ્રસ્ટમાં વિવાદ થયો હતો. જે કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો જેથી દરગાહની જગ્યા કોઈ બિલ્ડરને વેચે અથવા કોઈ બાંધકામ કરે ત્યારે તેને ડરાવવા મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો તેની પાસે હથિયાર રાખતો હોવાનું સામે આવ્યું. જેના માટે તેણે દરગાહમાં હથિયાર છુપાવ્યા હતા.

તો એક વર્ષ પહેલાં રાજસ્થાનના કોટા ખાતે રહેતા વસીમ ઉર્ફે કાલુ કુરેશી પાસે હથિયાર અને કાર્ટીઝ ખરીદ્યા હોવાનું પણ સામે આવ્યું. તો એક વર્ષ પહેલા આરોપી સરફરાઝ ઉર્ફે શફીની સુરત ક્રાઈમ બ્રાન્ચે એમ ડી ડ્રગસના ગુનામાં ધરપકડ કરી હોવાનો પણ ખુલાસો થયો છે.

ત્રણ મહિના પહેલા મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડેલા 70 કિલો એમ ડી ડ્રગ્સના કેસમાં 33 આરોપી પકડાયા હતા જેમાં ટેમ્પોને પણ ડ્રગ્સ વેચેલ હોવાનું સામે આવ્યું છે. જે કેસમાં તે નાસ્તો ફરતો હતો. તો ટેમ્પો જાતે ડ્રગ્સ લેતો હોવાનું પણ ખુલ્યું છે. સાથે જ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને અમદાવાદ ખાતે બનેની મુલાકત થઈ હોવાથી પરિચયમાં આવ્યા હોવાનું સામે આવ્યું. અને તેમાં બનેને દુષમનાવટ હોવાથી હથિયાર સાથે રાખતા હોવા તેમજ બને દરગાહ પર રોકાતા ત્યાં હથિયાર છુપાવતા હોવાનું સામે આવ્યું છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 4, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં 2, દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 7, કાલુપુર કારંજ વસ્ત્રાપુર અને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં 1-1 ગુના. બાપુનગર પોલીસ સ્ટેશનમાં 2, વટવા પોલીસ સ્ટેશનમાં 3, ક્રાઈમ બ્રાન્ચમાં 6, તો આનંદમાં જીમખાનામાં લૂંટ અને તેના મલિકની હત્યા અને 4 વાર પાસા થઈ હોવાનું ખુલ્યું. તો આરોપી સરફરાઝ ઉર્ફે શફી સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં 1 અને રાંદેર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયો છે. તો એક વર્ષ પહેલાં સુરત SOGએ NDPSના ગુનામાં ધરપકડ કરી છે.

આમ બંને મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો અને તેના દ્રાઈવર તરીકે કામ કરતો સરફરાઝ ઉર્ફે શફી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ એ તપાસ કરી રહી છે કે, બને શખ્સો દરગાહમાં છુપાવેલ હથિયાર વેચવા માટે લાવ્યા હતા કે કોઈ ગુનાને અંજામ આપવા. તેમજ આરોપીઓ સાથે અન્ય કોણ કોણ મળેલું છે.

જેના માટે ક્રાઈમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જેથી આરોપીઓ સામે વધુ મજબૂત પુરાવા મેળવી શકાય. તો આરોપીની પૂછપરછમાં વધુ ગુનાના ભેદ પણ ઉકેલવાની શકયતા છે જે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. આરોપી મહમદ હુસેન ઉર્ફે ટેમ્પો લતીફને જેલમાં મળ્યો હતો અને તેની સાથે સંકળાયેલો પણ છે. જેની પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે

આ પણ વાંચો: યુવતીએ પ્રપોઝલનો કર્યો અસ્વીકાર, યુવકે કોલેજમાં જ તેનું ગળું કાપી કરી દીધી હત્યા, જાણો સમગ્ર મામલો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati