Ahmedabad: વિદેશ જવા ઇચ્છુક લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, વિઝા આપવાના બહાને ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ
અમદાવાદમાંથી (Ahmedabad)વિદેશ જવા ઇચ્છુક લોકોએ ચેતવાની જરૂર છે. કારણ કે વિઝાના(Visa)નામે ઠગાઈ( Fraud) કરતી ટોળકી ફરી ઝડપાઇ છે. જે ટોળકીએ એક કે બે નહિ પરતું 100 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી..
અમદાવાદમાંથી (Ahmedabad)વિદેશ જવા ઇચ્છુક લોકોએ ચેતવાની જરૂર છે. કારણ કે વિઝાના(Visa)નામે ઠગાઈ( Fraud) કરતી ટોળકી ફરી ઝડપાઇ છે. જે ટોળકીએ એક કે બે નહિ પરતું 100 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી..જેમાં પણ એક જ સમાજ લોકોને વિશ્વાસ લઈ કરોડો રૂપિયાની ઠગાઇ કરી છે. જેમાં ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા કલ્પેશકુમાર પટેલ પત્ની હીના પટેલ, બાબુ પટેલ અને ઋત્વિક પટેલે પોતાના સમાજના લોકોને વિશ્વાસ કેળવી વિદેશ જવાના વર્ક પરમિટના વીજા આપવાનું કહી કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવ્યુ.. આ ટોળકી ફક્ત પાટીદાર સમાજના યુવાનોને કેનેડા વર્ક પરમિટ વિઝા વ્યાજબી ભાવે આપવાનું કહીને છેતરપિંડી આચરતી હતી.જેને લઈને આરોપીઓએ ઇન્ડિયા લાર્જેસ્ટ કોમ્યુનિટી એપ કુટુંબ નામનો વોટ્સએપ પર પાટીદાર સમાજનું ગ્રુપ બનાવ્યું હતું આ ગ્રુપમાં કેનેડાના વર્ક પરમિટ મેળવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપીંડી આચરી છે.
હીનાના એકાઉન્ટમાં અને અન્ય આરોપીઓના એકાઉન્ટમાં જમા કર્યા
વિઝા કોભાંડનો મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલ અંબાજી ખાતે એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે અધિકારી છે આ આરોપી અને તેની પત્ની હિનાએ કેનેડા વર્ક પરમિટ વિઝા ના નામે 8.50 લાખનો ખર્ચ ની વાત કરીને લોકો પાસેથી પ્રોસેસ ફી ને લઈને અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા.. કલ્પેશ પટેલએ લોકો પાસેથી ચેક મેળવીને પોતાની પત્ની હીનાના એકાઉન્ટમાં અને અન્ય આરોપીઓના એકાઉન્ટમાં જમા કર્યા હતા. આરોપીઓએ કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવાના બદલે કમિશન માટે અને વીઝીટર વિઝા ફાઇલની પ્રોસેસ શરૂ કરી હતી. પરંતુ વીઝીટર વિઝા પણ નહીં મળતા અંતે ભોગ બનનારને ઠગાઈની જાણ થતા તેમણે આર્થિક ગુના નિવારણ શાખા ખાતે બે દંપતિ સહિત 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ દંપતી સહિત 4 ની કરી ધરપકડ કરી છે
ભોગ બનનારનો આંકડો વધી શકે જેને લઈ વધુ તપાસ શરૂ
આ વિઝા કૌભાંડ માં એક દંપતી પતિ ગણપત પટેલ અને પત્ની શ્વેતા પટેલ બંને ફરાર છે.. મહેસાણાના દંપતીએ અને અન્ય એજન્ટોએ કમિશન માટે ખોટા LMAI લેટરો આપી તેમજ ભોગ બનનારનું મેડિકલ તથા બાયોમેટ્રિક ટેસ્ટ કરાવ્યું હતું.. પરંતુ વર્ક પરમિટ વિઝા નહીં અપાવીને છેતરપિંડી હાજરી હતી. હાલમાં પોલીસે ફરાર દંપતીની શોધખોળ શરૂ કરી છે.ત્યારે ભોગ બનનારનો આંકડો વધી શકે જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે..