AHMEDABAD : અમદાવાદની સરદારનગર પોલીસ સામે વધુ એકવાર આક્ષેપ કરવામાં આવ્યા છે.છારાનગરમાં રહેતા મેહુલ ઈન્દ્રેકર નામના યુવકે પોલીસના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાના આક્ષેપ છે.મેહુલના પરિવારજનોનો આક્ષેપ છે કે મેહુલને દારૂનો ધંધો ચાલુ કરવા પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતું હતું.પોલીસે આ આક્ષેપને ફગાવ્યા છે.2021ના એક દારૂના ગુનામાં મેહુલ ફરાર હોવાથી પકડવા જતા આક્ષેપ લગાવ્યાનું પોલીસે નિવેદન આપ્યું હતું.પોલીસનું કહેવું છે કે મેહુલ ઇન્દ્રેકર અગાઉ 1 લૂંટ, 2 ચોરી અને 3 દારૂના ગુનામાં આરોપી છે.મેહુલની સારવાર પુરી થતાં પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મેહુલની પત્નીએ સરદારનગર પોલીસ પર આરોપ લગાવતા કહ્યું, “મારો પતિ દારૂનો ધંધો કરતો નથી, પોલીસ ઘરે આવીને કહે છે કે તમે દારૂનો ધંધો ચાલું કરો અમે તમારી સાથે છીએ. ધંધો બંધ છે તો પણ પોલીસ 5 લાખ ભરવાનું કહે છે. પોલીસ કહે છે કે અમારી પાસે ડીવીઝન પણ છે. સંદીપ સિંહ યુવરાજ સિંહ, પ્રદીપ સિંહ અને રમેશભાઈના ત્રાંસથી મારા પતિએ ઝેરી દવા પીધી છે.”
આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના PI એમ.એમ.સોલંકીએ કહ્યું કે આ આરોપી મેહુલ ઇન્દ્રેકર છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ હતો, આ ઉપરાંત પણ એ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. 2016 માં તેના વિરુદ્ધ ચોરીના 3 ગુના નોંધાયા છે. 2019માં પ્રોહીબીશનના બે ગુના નોંધાયા છે, 2021માં પણ પ્રોહીબીશનના ઈંગ્લીશ દારૂના બે ગુના નોંધાયા છે. એટલે આ આરોપી સતત દારૂનો ધંધો કરવાની ટેવ રાખનારો છે. છેલ્લા 4 મહિનાથી તે પોલીસ પકડથી દુર હતો, પોલીસ પકડવા ગઈ એટલે તેણે આ પ્રકારનું નાટક કર્યું છે. પોલીસે તેની સારવાર કરાવી ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે
આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા