Ahmedabad: ગાયકવાડ હવેલી વિસ્તારમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા

ગાયકવાડ હવેલી વિસ્તારમાં હત્યા કરાયેલી અજાણી વ્યક્તિની લાશ મળી આવવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપી ધરપકડ કરી હતી. આડાં સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનુ ગળુ દબાવીને કૂરતા પૂર્વક હત્યા કરી દીધી હોવાનો ખુલાસો થયો છે.

Ahmedabad: ગાયકવાડ હવેલી વિસ્તારમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 23, 2021 | 10:04 PM

Ahmedabad: એલીસબ્રીજ વિકટોરીયા ગાર્ડન સામે 18 જુલાઇના રોજ અજાણ્યા યુવકની લાશ મળી આવવાના કેસમાં લાશ જીગનેશ ઉર્ફે જગદીશની હોવાની ઓળખ થઇ હતી. જે બાદ ક્રાઇમ બ્રાંચે મૃત્ક જીગનેશ હત્યા કેસમાં ભેદ ઉકેલી મૃત્કની પત્ની રેખા ઉર્ફે જાડી સોલંકી તેના પ્રેમી શાબીરખાન પઠાણ અને શીવમ ઠક્કરની ધરપકડ કરી છે. હત્યા કરવા પાછળનુ કારણમાં આડાસંબંધમાં હત્યા થઇ હોવાનુ સામે આવ્યુ છે.

આરોપી પત્ની રેખા સોલંકી અને પ્રેમી શાબીરખાન વચ્ચેના આંડા સંબંઘમાં પતિ જીગનેશ આવતો હોવાથી તેનુ કાસળ કાઢી હત્યા કરી દીધી હતી. હત્યા કરવા માટે આરોપી રેખા અને પ્રેમી શાબીરખાન સહિત ચાર લોકો મૃત્ક જીગનેશ દારૂનો નશો કરાવીને એલ્રિજબ્રિજ નજીક પડેલ રીક્ષામાં લઇ ગયા અને સુતળી વડે ગળુ દબાવીને મોતને ધાટ ઉતારી દીધો હતો. જે બાદ ક્રાઇમ બ્રાચે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાચે તપાસ કરતા આરોપી શાબીર તેના ખેડામાં રહેતા ભાઇને ત્યાં આવતો જતો હોવાથી તેને રેખા સાથે પ્રેમ થયો હતો. રેખા તેના અગાઉના પતિના બાળકો સાથે સુરત,અમદાવાદ અને ખેડા આવતી જતી હતી. જયારે અમદાવાદમાં આવતી જતી રહેતી હતી. તે બાદ બન્ને વચ્ચે સંબંધ બધાયા હતા. આ દરમિયાન 17 મી તારીખે રેખાએ શાબીરને તેનો પતિ જીગનેશ કોઇ કામ ધંધો કરતો નથી અને મારા પૈસા વાપરી નાંખતો હોવાથી તેને મારી નોંખવો છે કહ્યુ હતુ. આથી ચાર આરોપીઓ જીગનેશની હત્યા કરવા દારૂ પીવડાવીને પ્લાસ્ટીકની પટ્ટીથી ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી. જો કે આરોપી અને મૃત્ક ફુટપાથ પર રહીને પ્લાસ્ટિક અને ભંગાર કચરો વીણતા હોવાનું સામે આવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આંડા સંબંધમાં થયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાચે ત્રણ આરોપી ઝડપી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન સોપ્યા છે. પરંતુ હત્યા કેસમાં અન્ય વધુ એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">