અમદાવાદ : ગુરુદ્વારામાં હુમલાની ધમકી આપનાર ઝડપાયો, કોણ છે આ આરોપી ?

નિલેશ પરમાર નામના આરોપીએ સોની પિક્ચર નેટવર્કના મેઈલ આઈડી પર મેઈલ કરી ગુરુદ્વારામાં બ્લાસ્ટ કરાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે અમદાવાદથી એરક્રાફ્ટનું પેમેન્ટ થઈ ગયું હોવાનો પણ ઈ-મેઈલમાં ઉલ્લેખ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 3:09 PM

અમદાવાદમાં ગુરુદ્વારામાં રાફેલ એરફ્રાફ્ટથી હુમલાની ધમકી આપનારા શખ્સને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. નિલેશ પરમાર નામના આરોપીએ સોની પિક્ચર નેટવર્કના મેઈલ આઈડી પર મેઈલ કરી ગુરુદ્વારામાં બ્લાસ્ટ કરાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે અમદાવાદથી એરક્રાફ્ટનું પેમેન્ટ થઈ ગયું હોવાનો પણ ઈ-મેઈલમાં ઉલ્લેખ કર્યો હતો. ક્રાઈમબ્રાંચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નિલેશ પરમાર ટીવી સિરિયલના ડિજિટલ પ્રોજેક્ટ માટે ઓડિશન આપવા ગયો હતો. જો કે, કોઈ સાથે મુલાકાત ન થતાં તેણે સોની પિક્ચરના નેટવર્ક પરથી બ્લાસ્ટની ધમકી આપી હતી. હાલ આ મુદ્દે ક્રાઈમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છેકે તહેવાર દરમિયાન અસામાજિક તત્વો ભાંગફોડની પ્રવૃતિઓ આરંભતા હોય છે. ત્યારે આવા તત્વો શહેરની શાંતિ અને તહેવારોની ઉજવણીમાં વિક્ષેપ ઉભો કરતા હોય છે. ત્યારે આવા તત્વો પર અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ચાતક નજર રહેતી હોય છે. કયારેક આવા તત્વો પોલીસને દોડતી કરવા અફવા પણ ફેલાવતા હોય છે. જેને પગલે પોલીસ પણ હાલ એલર્ટ પર છે. ત્યારે ગુરુદ્વારામાં હુમલાની ધમકી આપનાર આ શખ્સ ઝડપાઇ જતા પોલીસે રાહતનો દમ લીધો છે.

 

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાણીપમાં ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસસ્થાને બેઠક પૂર્ણ, એનેક્સી ખાતે અધિકારીઓ સાથે બેઠક

આ પણ વાંચો : AIIMSના ડૉક્ટરે WHOની ચેતવણીને નકારી ! કહ્યું-પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે, કોરોનાની આગામી લહેર શક્ય નથી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">