Ahmedabad : ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવા ચોરતો યુવક ઝડપાયો, બીજા અનેક ગુનાનો ઉકેલાયો ભેદ

Ahmedabad : કોઇ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરે તો કોઇ નશો કરવા માટે ચોરી કરે. પરંતુ વટવા જીઆઇડીસી પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો જે ગર્લ ફ્રેન્ડને ઇમપ્રેસ કરવા માટે ચોરીના રવાડે ચઢી ગયો છે.

Ahmedabad : ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવા ચોરતો યુવક ઝડપાયો, બીજા અનેક ગુનાનો ઉકેલાયો ભેદ
બાઇકચોર ઝડપાયો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 04, 2021 | 3:49 PM

Ahmedabad : કોઇ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરે તો કોઇ નશો કરવા માટે ચોરી કરે. પરંતુ વટવા જીઆઇડીસી પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો જે ગર્લ ફ્રેન્ડને ઇમપ્રેસ કરવા માટે ચોરીના રવાડે ચઢી ગયો છે. ચોરેલા એક્ટીવામાં ગલફ્રેન્ડને બેસાડીને અલગ અલગ જગ્યા પર ફરવા લઇ જતો હતો અને જ્યારે તે ઘરે જતી રહે તો ચોરેલા એક્ટીવાને બીનવારસી મકી દેતો હતો.

ગર્લ ફ્રેન્ડને બાઇક પર ફેરવવા માટે શખ્સ બન્યો ચોર

વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક્ટીવાની ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ હતું.ત્યારે પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે એક્ટીવા ચોરની રંગે હાથ ધરપકડ કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તેની ઉંમર કરતા વધારે કરી ચોરી

વટવા જીઆઇડીસી પોલીસે મુળ યુપીનો અને બાપુનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય અસ્લમ ઉર્ફે છોટુ અહેમદ શેખની આઠ ચોરીના એક્ટીવા સાથે ધરપકડ કરી.અસ્લમની જેટલી ઉમર થઇ છે તેના કરતા વધુ તો તેણે એક્ટીવાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અસ્લમે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તે એક કારખાનામાં નોકરી કરે છે અને તે પોતાની ગલફ્રેન્ડની ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવાની ચોરી કરે છે.

15થી વધુ ચોરીના ગુનામાં ઝડપાયો

ગર્લફ્રેન્ડ મળવા માટે આવે ત્યારે તે એક્ટીવા ચોરી કરતો હતો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર ફેરવીને જ્યારે તે પરત ઘરે જાય ત્યારબાદ એક્ટીવાને બીનવારસી મુકી દેતો હતો. પોલીસ સમક્ષ તેને 15 કરતા વધુ એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાંથી પોલીસે આઠ એક્ટીવા રીકવર કર્યા છે.એક્ટિવામાં જૂની ચાવી લાગી જતી હોવાથી જ તે એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બિનવારસી મૂકી દેતો.

માત્ર એક્ટિવા જ ચોરી કરતો, અગાઉ 18થી વધુ ગુના આચરી ચુક્યો છે

એવું નથી કે ચોરીના ગુનામાં આ અસલમ પહેલી વાર ઝડપાયો છે.પણ હકીકત એ છે કે અસલમ આ પહેલા 18 વાર ચોરીમાં ઝડપાઇ ગયો હતો. જેલની હવા જાણે કે માફક આવી ગઈ હોય તેમ હજુય ચોરી કરવાનું ચાલુ રાખતા આખરે પોલીસના હાથે ફરી એક વાર ઝડપાઇ ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">