અમદાવાદ : મણિનગર લૂંટ કેસના આરોપી ગણતરીની કલાકોમાં પોલીસની ગિરફ્તમાં

સમગ્ર ઘટનાની મણિનગર પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જેમાં પોલીસે ઘટનાને લઈને ત્વરિત CCTVની તપાસ હાથ ધરી. જે CCTVના આધારે બાઇક નંબર પરથી આરોપીઓની ઓળખ મેળવી લીધી બાદમાં આરોપીઓ એક સ્થળેથી પસાર થઇ રહ્યા હતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ રાખી બંનેને ઝડપી પાડ્યા.

અમદાવાદ : મણિનગર લૂંટ કેસના આરોપી ગણતરીની કલાકોમાં પોલીસની ગિરફ્તમાં
Ahmedabad: Accused in Maninagar robbery case nabbed within counting hours
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 22, 2022 | 1:28 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મણિનગર (Maninagar) વિસ્તારમાં બે દિવસ પહેલા એક લૂંટની(Robbery) ઘટના સામે આવી. જોકે મણિનગર પોલીસે તે લૂંટની ઘટનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

મણિનગર પોલીસ ગિરફતમાં આવેલા બંને શખ્સોના નામ છે. જીતેન્દ્રસિંહ ઝાલા અને શ્યામ ઉર્ફે શૂટર રાદડિયા. કે જેઓને મણિનગર પોલીસે લૂંટના ગુનામાં બાતમી આધારે ઝડપી લીધા છે. ઘટનામાં એ રીતે બની કે બે દિવસ પહેલા મણિનગરમાં આવેલ ઝઘડિયા બ્રિજ પરથી એક વ્યક્તિ નોકરી પુરી કરી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે બંને શખ્સો બાઇક પર તે વ્યક્તિ પાસે પહોંચ્યા અને તેને તીક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસે રહેલ મોબાઈલ. રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવી. એટલું જ નહીં પણ આરોપીએ ભોગ બનનારને તેના બાઇક પર બેસાડી હાટકેશ્વરમાં સેવનથ ડે સ્કૂલ પાસે ATM પર રૂપિયા ઉપાડવા લઈ ગયા. જોકે ભોગ બનનારે ખોટો પિન નાખતા નાણાં ઉપડયા નહિ અને બાદમાં બીજા ATM પર જતાં ભોગ બનનાર મોકો જોઈને નાસી ગયો અને છુપાઈ જતા તેનો બચાવ થયો. જે ઘટનામાં ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી.

સમગ્ર ઘટનાની મણિનગર પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જેમાં પોલીસે ઘટનાને લઈને ત્વરિત CCTVની તપાસ હાથ ધરી. જે CCTVના આધારે બાઇક નંબર પરથી આરોપીઓની ઓળખ મેળવી લીધી બાદમાં આરોપીઓ એક સ્થળેથી પસાર થઇ રહ્યા હતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ રાખી બંનેને ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલ આરોપીમાં જીતેન્દ્ર ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી. જોકે શ્યામ ઉર્ફે શૂટર સામે 4 મહિના પહેલા સરદાર નગર વિસ્તારમાં મારામારીનો ગુનો દાખલ થયાનું સામે આવ્યું છે. જે બને આરોપી પાસેથી મણિનગર પોલીસે લૂંટ નો સામાન કબજે કરી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હાલ તો પોલીસે લૂંટના ગુનામાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લૂંટનો સામાન કબજે કરી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે રાત્રી સમયે એકલા નીકળતા લોકોએ આ ઘટના પરથી સતર્ક રહેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. જેથી ફરી કોઈ આવી ઘટનાનો ભોગ ન બને.

આ પણ વાંચો : Vadodara: માતાને પરિવારના ગુજરાન માટે વારંવાર અપમાનિત થતાં જોઈ, સગીર પુત્રી IPS ઓફિસર બની સન્માન અપાવશે

આ પણ વાંચો : Mehsana: સુંઢીયા ગામમાં મનરેગાના કામમાં કૌભાંડના આક્ષેપ, સમગ્ર મુદ્દે કલેકટર અને DDOને રજૂઆત

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">