Ahmedabad: ભાજપનો કાર્યકર્તા જ બ્લેક ફંગસના ઈન્જેક્શનનના નામે કરતો હતો ઠગાઈ

Ahmedabad: નવરંગપૂરા પોલીસ મથકમાં બ્લેક ફંગસના ઈન્જેક્શનના નામે ઠગાઈના કિસ્સા મામલે નવો ખુલાસો થયો છે કે ઈન્જેક્શનના કાળા બજારી કરનાર અન્ય કોઈ નહીં પણ ભાજપનો કાર્યકર્તા જીતુ ભરવાડ હોવાનું સામે આવ્યુ છે.

Ahmedabad: ભાજપનો કાર્યકર્તા જ બ્લેક ફંગસના ઈન્જેક્શનનના નામે કરતો હતો ઠગાઈ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 28, 2021 | 7:19 PM

Ahmedabad: નવરંગપૂરા પોલીસ મથકમાં બ્લેક ફંગસના ઈન્જેક્શનના નામે ઠગાઈના કિસ્સા મામલે નવો ખુલાસો થયો છે કે ઈન્જેક્શનના કાળા બજારી કરનાર અન્ય કોઈ નહીં પણ ભાજપનો કાર્યકર્તા જીતુ ભરવાડ હોવાનું સામે આવ્યુ છે. પીપળજનો જીતુ ભરવાડ ફંગસના ઈન્જેક્શનના નામે ઠગાઈ કરવાનો માસ્ટર માઈન્ડ છે. આરોપી જીતુ ભરવાડ કોર્પોરેશન ઈલેક્શનમાં ભાજપના લાભા વોર્ડના ઉમેદવાર વિક્રમ ભરવાડનો નાનો ભાઈ છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

નવરંગપુરા પોલીસમાં નોંધાયેલી ફરીયાદની વાત કરીએ તો પાલનપુરમાં રહેતા પ્રવીર ગુપ્તા વેપારીના પિતા નાકમાં મ્યુકોર માઈક્રોસીસ બ્લેક ફંગસ હોવાથી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ત્યાં આ ઈન્જેક્શનની જરૂર જણાતા તેઓના પિતાને નરોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 16મીએ ઓપરેશન કરાવ્યું હતું. ત્યાં ડોકટર દ્વારા લિપોસોમલ amphotericin-b ઈન્જેક્શન લખી આપતા તેઓ આ 40 ઈન્જેક્શનની શોધમાં નીકળ્યા હતા.

તે દરમિયાન તેઓને તેમના સંબંધીએ જીતુ ભરવાડનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં અંકુર ચાર રસ્તા પાસે તેઓ ઈન્જેક્શન લેવા આવ્યા હતા. ત્યારે જીતુ ભરવાડ નામનો વ્યક્તિ મળ્યો હતો. રૂપિયા 5.80 લાખ જીતુ ભરવાડે લીધા હતા અને ઈન્જેક્શન લઈને આવું છું કહીને જતો રહ્યો હતો. બાદમાં ઈન્જેક્શન આપે ત્યારે અન્ય રૂપિયા આપવાનું કહ્યું હતું પણ બાદમાં રૂપિયા લઈ જીતુ આવ્યો ન હતો.

જીતુ ના ઘરે પહોંચતા તે મળી આવ્યો ન હતો. જીતુના ઘરે તેની પત્નીએ 1 લાખ પરત આપ્યા પણ અન્ય 4.80 લાખ ન આપતા પ્રવીરભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના બે દિવસ થયા પણ હજુ પોલીસે આરોપીને પકડ્યો નથી, ત્યાં આરોપી કોઈ એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તેવામાં આરોપી ભાજપ કાર્યકર્તા હોવાને કારણે પોલીસ છાવરી રહી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Vaccination : ગ્રામીણ વિસ્તારમાં વેક્સિન સ્લોટ બુકિંગ માટે સરકારે જાહેર કર્યો આ ટેલિફોન નંબર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">