AHMEDABAD : ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની 35 વર્ષીય મહિલાની હત્યા, રહસ્ય અકબંધ

મહિલા અંજનાની થયેલી હત્યાને છુપાવવા ખોટું કારણ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું. પરતું હોસ્પિટલના ડોકટરે કોઈએ છરીના ઘા માર્યા હોવાનુ જણાવતા ઈસનપુર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો.

AHMEDABAD : ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની 35 વર્ષીય મહિલાની હત્યા, રહસ્ય અકબંધ
Ahmedabad A 35-year-old woman from West Bengal was killed in Isanpur
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 21, 2021 | 6:51 AM

AHMEDABAD : શહેરમાં વધું એક હત્યા (Murder)પોલીસ ચોપડે નોંધાઇ છે.જેમાં ઇસનપુર (Isanpur)માં પશ્ચિમ બંગાળની એક મહિલાની હત્યા કરવામાં આવી છે. બાઇક પર આવેલા બે શખ્સોએ છરી વડે મહિલાની હત્યા કરી ફરાર થઈ ગયા.આ હત્યાને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મહિલાની તબિયત લથડતા અને ત્યારબાદ સારવાર દરમિયાન મૃત્યુ થતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.હાલ પોલીસે રહસ્યમય હત્યા કેસને લઇને તપાસ શરૂ કરી છે. અમદાવાદના ઇસનપુરમાં પશ્ચિમ બંગાળના 35 વર્ષીય મહિલાની હત્યા રહસ્યમય બની છે કારણકે તેના પ્રેમીએ અકસ્માતે ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું પરંતુ મહિલાની તબિયત લથડતાં હત્યાનો થઇ હોવાનું ખુલ્યું હતું.

17 જુલાઈએ રાત્રે બે શખ્સોએ કર્યો હુમલો ઘટનાની વિગત વાત કરીએ તો મૂળ પશ્ચિમ બંગાળની અને વટવામાં રહેતી અંજના નામની મહિલા 17મી જુલાઈએ નારોલ પાસેથી પસાર થઇ રહી હતી તે સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ છરીનો ધા મારી ફરાર થઈ ગયા હતા.આ દરમિયાન તેના એક મિત્ર રાજેશ ખાનગી હોસ્પિટલમાં લઇ જતા સારવાર કરી ઘરે પરત ગયા હતા જે બાદ બીજા દિવસે અંજનાની તબિયત લથડતા એલજી હોસ્પિટલ ખસેડતા હાજર ડોક્ટરે અકસ્માતથી નહીં બીજા પરંતુ સ્ટેબિંગ કરવામાં આવ્યું હોવાનું ઘટસ્ફોટ કર્યો હતો.

હત્યાને છુપાવવાનો પ્રયાસ આ દરમિયાન અંજનાનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે તેના પ્રેમીની પૂછપરછ કરી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલા અંજનાની થયેલી હત્યાને છુપાવવા ખોટું કારણ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં વટવા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી જેમાં મહિલા અંજનાનું મચ્છી સમારતા છરો વાગ્યો હોવાનું લખાવ્યું હતું.પરતું હોસ્પિટલના ડોકટરે કોઈએ છરીના ઘા માર્યા હોવાનુ જણાવતા ઈસનપુર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મૃતક મહિલા દેહવેપાર કરતી હોવાનું સામે આવ્યું પોલીસે તપાસ કરતા મૃતક મહિલા અંજના તેના મિત્ર સ્વપ્ન સાથે લિવ ઇન રિલેશનશિપમાં વટવા રહેતી હતી..19 વર્ષ પહેલા મહિલા પતિનું મોત થઈ જતાં 9 વર્ષથી અમદાવાદમાં મિત્ર સ્વપ્ન સાથે રહેતી હતી. મૃતક મહિલાના બે દીકરા પશ્ચિમ બંગાળમાં છે.ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં મૃતક મહિલા દેહવેપાર કરતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે તપાસ શરૂ કરી મહિલાની થયેલ રહસ્યમય હત્યામાં ઇસનપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે, ત્યારે પોલીસે ધટના સ્થળના સીસીટીવી મેળવી ને તપાસ કરી રહ્યાં છે. બીજી બાજુ મૃતક મહિલા અંજનાને હોસ્પિટલ સારવાર માટે પહોચી તે સમયના સીસીટીવી સામે આવ્યાં છે.પોલીસને લિવ ઈન રિલેશનમાં રહેતાં સ્વપ્ન અને મિત્ર રાજેશ પર શંકા જતા તેની પણ ઉલટ તપાસ શરૂ કરી છે..ત્યારે જોવું રહ્યું કે આ રહસ્યમય હત્યાનો ભેદ ઇસનપુર પોલીસ કેટલા સમયમાં ઉકેલે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">