Ahmedabad: ભરતીની તૈયારી કરી રહેલા 23 વર્ષીય યુવકની છરી ના ઘા મારી હત્યા, પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી

ટ્રાફિક બ્રિગેડ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે.

Ahmedabad: ભરતીની તૈયારી કરી રહેલા 23 વર્ષીય યુવકની છરી ના ઘા મારી હત્યા, પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 27, 2021 | 9:33 PM

Ahmedabad: ટ્રાફિક બ્રિગેડ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કોઈ અગમ્ય કારણોસર તેના જ વિસ્તારના શખ્સ દ્વારા તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હત્યાની શાહીબાગ પોલીસને જાણ થતા હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડની કવાયત શરૂ કરી છે.

સચિન ચમનપુરા વિસ્તારમાં રહે છે અને ટ્રાફિક બ્રિગેડ ભરતીની તૈયારી કરે છે. રવિવારે સાંજે મૃતક સચિન પટણી ભરતીની તૈયારીના ભાગરૂપે દોડવા નીકળ્યો હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેના પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસ તપાસમાં હત્યા કરનાર આરોપીનું નામ ખુલી ગયું છે. આરોપી દિનેશ પટણી દ્વારા યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મૃતક સચિન પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો હતો. ઉજ્જવળ ભવિષ્યના સપનાં સેવી રહ્યો હતો તે દરમિયાનમાં જ ઘાતકી હુમલામાં સચિનનું મોત થયું અને તમામ સપનાઓ અધૂરા રહી જતા તેના પરિવારમાં શોક સાથે દુઃખના પહાડ તૂટી પડ્યા છે. સચિનની હત્યા કરનાર આરોપી દિનેશ પટણી શા માટે તેની હત્યા કરી તેનું કારણ હજી ચોક્કસ જાણવા મળ્યું નથી. પરંતુ મૃતક સચિન પટણીના પરિવારજનો આરોપીને કડકમાં કડક સજા કરી સરકાર ન્યાય અપાવે તેવી માગણી કરી રહ્યા છે. તો બીજી તરફ સચિન પટણીની હત્યા કરનાર આરોપી દિનેશ પટણીને પકડવા અને હત્યા પાછળની સાચી હકીકત જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

આ પણ વાંચો: Ayushman Bahart Digital Mission: આજથી આયુષ્યમાન ભારત ડિજિટલનો પ્રારંભ, હવે તમામ નાગરિકોના મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત,સાથે વધશે સારવારની સુવિધા: PM મોદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">