AHEMEDABAD : પહેલા દવા અને હવે પ્રાણવાયુના પણ બોલાયા ભાવ, ઓક્સિજનની કાળા બજારી કરતાં 3 ઝડપાયા

આરોપીઓ 15 હજાર અને 30 હજારના ભાવે ઓક્સિજન સિલિન્ડર વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે કાર્યવાહી કરી 39 સિલિન્ડર સાથે તમામની ધરપકડ કરી હતી

Rahul Vegda
| Edited By: | Updated on: May 08, 2021 | 6:50 PM

AHEMEDABAD : કોરોના સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત સર્જાતા પ્રાણવાયુની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે આવા જ 3 આરોપીની ધરપકડ કરી છે. જે ઉંચી કિંમતે ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ કરતા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા શ્વાસના સોદાગરો ઉવેશ મેમણ, તૌફીક અહેમદ શેખ અને મોહમદ અશરફ શેખ છે. આ તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા. પરંતુ તે ગોડાઉનના માલિક દ્વારા કોરોના સમયમાં ઓક્સિજનની અછત સર્જાતા તેનું વેચાણ શરુ કરવાની સુચના આપી અને આશરે 250 જેટલા સિલિન્ડર આપ્યા હતા.

આ આરોપીઓ 15 હજાર અને 30 હજારના ભાવે ઓક્સિજન સિલિન્ડર વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે કાર્યવાહી કરી 39 સિલિન્ડર સાથે તમામની ધરપકડ કરી હતી. જેમા 33 સિલિન્ડર ભરેલા જ્યારે 6 ખાલી સિલિન્ડર મળ્યા હતા. જે તમામ મુદામાલની રકમ 2 લાખ ઉપર થાય છે. જે સિલિન્ડરમાં 6 લિટરના ઓક્સિજન સિલિન્ડર 15 હજાર જ્યારે 10 લિટરના ઓક્સિજન સિલિન્ડર 25 હજારના ભાવે વેંચતા હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ દવારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનું વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે, 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ હતું. જેમાં ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.

ઉપરાંત આ ગુનાના મુખ્ય આરોપી જૈદ જુનાની અને તેના પિતા અસલમ જુનાનીની શોધખોળ હાથ ધરી છે. જેઓ પરવાનગી વગર ઓક્સિજન સિલિન્ડર વેંચતા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં કમાણી કરવાની લાલચે કૌભાંડ આચરાયાનું સામે આવ્યું છે. પોલીસ ઊંડાણ પુરવર્ક તપાસ કરી રહી છે.

મહત્વની વાત એ છે કે, મહામારીના સમયે પણ લોકો આફતને આવકમાં બદલી રહ્યાં છે. સાથે સાથે કોરોના દર્દી માટે પ્રાણ રૂપી વાયુની કાળાબજારી ન થાય અને આવા લે ભાગુ લોકોને અટકાવી શકાય તે માટે રાજ્ય વ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આખરે આ કાળાબજારી ક્યારે અટકે છે.

આ પણ વાંચો : Ahmedabad: રેમડિસિવિરની કાળાબજારીનું કૌભાંડ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 આરોપીઓની કરી ધરપકડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">