વલસાડમાં સગાઇ બાદ છોકરાએ કર્યા અન્ય યુવતી સાથે લગ્ન, જાણો વલસાડના આ બેવફા સનમને

વલસાડમાં લગ્નની લાલચ આપીને વર્ષો સુધી અનેક વાર શારિરીક સુખ માણ્યા બાદ યુવકે અન્ય છોકરી સાથે કોર્ટ મેરેજ કરી લેતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વલસાડમાં સગાઇ બાદ છોકરાએ કર્યા અન્ય યુવતી સાથે લગ્ન, જાણો વલસાડના આ બેવફા સનમને
વલસાડમાં લગ્નની લાલચે વર્ષો સુધી દુષ્કર્મ

વલસાડમાં લગ્નની લાલચ આપીને વર્ષો સુધી અનેક વાર શારિરીક સુખ માણ્યા બાદ યુવકે અન્ય છોકરી સાથે કોર્ટ મેરેજ કરી લેતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના ગામમાં રહેતી એક યુવતીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ગામમાં રહેતા સેહુલ ટંડેલ નામના એક યુવકે વર્ષ 2011ની ફેબ્રુઆરી મહિનામાં તેની સાથે સગાઈ કરી હતી અને ત્યારબાદ આ યુવતીને અવારનવાર તેના ઘરે લઇ જઇ તેને પત્નીની જેમ રાખતો હતો. આમ સગાઈ કર્યા બાદ અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિનામાં આરોપી સેહુલ ટંડેલ શિપમાં નોકરી કરવા ગયો હતો. પરંતુ કોરોનાના કારણે નવેમ્બર મહિનામાં તે પરત આવ્યો અને ત્યારબાદ પણ યુવતીને તેના ઘરે બોલાવી તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જો કે ત્યાર બાદ આરોપીએ પીડિતાને જણાાવ્યું હતું કે તેણે અન્ય યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. આથી પીડિતાએ પોતાની સાથે અન્યાય થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

તમને જણાવી દઇએ કે ફરિયાદ પ્રમાણે આરોપી અને પિડીતાની સગાઇ 2011માં બંને પરિવારની મંજૂરીથી થઇ હતી. સગાઇ બાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઘણીવાર શારિરીક સંબંધો પણ બંધાયા હતા જેને પગલે યુવતી એક વાર ગર્ભવતી પણ થઇ ગઇ હતી. પરંતુ સમાજના ડરથી આ યુવકે યુવતીને ગર્ભપાત કરાવવા મજબૂર કરી હતી, આમ સમગ્ર બાબત થયા બાદ પણ યુવકે યુવતીને તરછોડી દેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, પોલીસે આરોપી સેહુલ ટંડેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati