પહેલા ફેસબુક પર થઈ મિત્રતા, બાદમાં મહિલાને હરિદ્વાર બોલાવી આચર્યું દુષ્કર્મ, આરોપી ફરાર

એક મહિલાએ યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, ફેસબુક પર તેની હરિદ્વારમાં રહેતા યુવક સાથે મિત્રતા થઈ હતી અને તેને બોલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

પહેલા ફેસબુક પર થઈ મિત્રતા, બાદમાં મહિલાને હરિદ્વાર બોલાવી આચર્યું દુષ્કર્મ, આરોપી ફરાર
પ્રતિકાત્મક તસવીર

ઉત્તરાખંડના હરિદ્વારમાં એક મહિલાએ યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, ફેસબુક પર તેની હરિદ્વારમાં રહેતા યુવક સાથે મિત્રતા થઈ હતી અને તેને મધ્યપ્રદેશથી બોલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આરોપી દેવબંદ સહારનપુર નિવાસી વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધ શરૂ કરી છે. મહિલાના પતિનું અવસાન થયું છે અને યુવકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને હરિદ્વારમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશના નરસિંહગઢની રહેવાસી એક મહિલાએ ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે, વર્ષ 2020માં ફેસબુક પર તેની દોસ્તી સહારનપુરના દેવબંદ શહેરમાં રહેતા સંદીપ ગિરી સાથે થઈ હતી અને સંદીપ પોતાને અપરિણીત જણાવતો હતો. મહિલાનું કહેવું છે કે, જ્યારે ફેસબુકમાં મિત્રતા થઈ ત્યારે બંનેએ મેસેન્જર પર વાત કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ બંનેએ એકબીજા સાથે મોબાઈલ નંબર શેર કર્યા. આ પછી મોબાઈલ પર વાતચીતની પ્રક્રિયા શરૂ થઈ. મહિલાએ જણાવ્યું કે, તેના પતિનું અવસાન થયું છે અને સંદીપે પોતાને અપરિણીત જાહેર કરી તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો અને થયો ફરાર

મહિલાનું કહેવું છે કે તે સંદીપની વાતમાં આવી ગઈ અને સંદીપે તેને લાલચ આપીને 25 નવેમ્બરે હરિદ્વાર બોલાવી. સંદીપ તેને હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર મળ્યો અને તેને એક હોટલમાં લઈ ગયો જ્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો અને 26 નવેમ્બરે તેને છોડી દીધી. જ્યારે તે આરોપીના ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે, તે પરિણીત છે. જ્યારે તેણી પોલીસ સ્ટેશન પહોંચી, તેણીને હરિદ્વારમાં રિપોર્ટ નોંધાવવાનું કહ્યું અને તેણી હરિદ્વાર પહોંચી અને શહેર કોતવાલીમાં ફરિયાદ નોંધાવી. મહિલાની ફરિયાદ પર ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદના રહેવાસી સંદીપ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: WBPHED Recruitment 2021: એન્જિનિયરો માટે બમ્પર ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ICG Assistant Commandant Exam 2021: આસિસ્ટન્ટ કમાનડન્ટની જગ્યાઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો તમામ વિગતો

  • Follow us on Facebook

Published On - 5:50 pm, Mon, 29 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati