સુરતના પાંડેસરામાં ચોરને પકડવા જતા યુવાનને મળ્યું મોત, હત્યારાની પોલીસે ધરપકડ કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર ગુપ્તા પાનનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિરેન્દ્ર તેના અન્ય બે ભાઈઓ સાથે ત્યાં રહે છે.

સુરતના પાંડેસરામાં ચોરને પકડવા જતા યુવાનને મળ્યું મોત, હત્યારાની પોલીસે ધરપકડ કરી
A young man was found dead while trying to catch a thief in Pandesara, Surat, police arrested the killer

સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક કિસ્સામાં માસૂમનો ભોગ લેવાયો હતો, જેમાં ચોરી કરવા આવેલા આરોપીને પકડવા જતા એક યુવાનને મોત મળ્યું હતું. પકડાઈ જવાના ડરથી ચોરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા યુવાનનું કરુણ મોત નીપજયું.આખરે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો અને તે આરોપી રીઢો ગુનેગાર છે.

શું છે સમગ્ર બનાવ ?

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ઘરમાં ચોરી કરવા આવેલા ચોરોને ભનક લાગી કે તેમની ચોરી હવે ઘરવાળા પકડી પાડશે. જેથી તેઓ ભાગવા લાગ્યા હતા, તે દરમિયાન ઘરનો એક યુવાન તેમનો પીછો કરી રહ્યો હતો. પોતે પકડાઈ જવાના ડરથી એક ચોરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા યુવાનનું કરુણ મોત નીપજયું હતું. ચોરે યુવકનો જીવ લીધો પાંડેસરા વિસ્તારમાં વધુ એક કિસ્સામાં માસૂમનો ભોગ લેવાયો હતો, જેમાં ચોરી કરવા આવેલા આરોપીને પકડવા જતા એક યુવાનને મોત મળ્યું હતું.

કોણ છે મૃતક ?

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર ગુપ્તા પાનનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિરેન્દ્ર તેના અન્ય બે ભાઈઓ સાથે ત્યાં રહે છે. દરમિયાન રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં એક અજાણ્યો યુવાન તેમના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો .જો કે આ દરમિયાન ત્રણે ત્રણ ભાઈઓ જાગી જતાં ચોર ઈસમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવા જતા આરોપીને પકડવા ત્રણેયે દોટ મૂકી હતી. આ દરમિયાન વીરેન્દ્રએ આરોપીને ઝડપી પાડ્યો હતો.

જો કે આરોપીએ તેના હાથમાંથી છૂટવા માટે વીરેન્દ્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદમાં બન્ને ભાઈઓએ 108 મારફતે ઇજાગ્રસ્ત ભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.

કેવી રીતે હત્યારો ઝડપાયો ?

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને ઉપરી અધિકારીની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ શરૂ કરી હતી. અત્યારે પોલીસે આસપાસના તમામ સીસીટીવીની તપાસ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી હતી.આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચની પીએસઆઇ વાળાના સ્કવોડને માહિતી મળી કે હત્યા કરનાર અને ચોરી કરવા આવેલ આરોપી પાંડેસરા જ વિસ્તારનો છે. જેના આધારે રોહિત ઉર્ફે જાડીયા સુરેન્દ્ર પાઠકની ધરપકડ કરી લીધી અને જે હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ચોરી કરવા નીકળતા આ ઘટના બની. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી.

આરોપીનું નામ

રોહિત ઉર્ફે જાડીયા સુરેન્દ્ર પાઠક

ફરાર ગુનામાં આરોપી

( 1 ) પાંડેસરા પો.સ્ટે ( ઘરફોડ ચોરી )
( 2 ) પોડેસરા પો.સ્ટ ( ખુન તથા ઘરફોડ ચોરી )

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

( 1 ) ખટોદરા પો.સ્ટે ( ઘરફોડ ચોરી )
( 2 ) પાંડેસરા પો.સ્ટે ( રાયોટીંગ- મારામારી )
( 3 ) પાંડેસરા પો.સ્ટે ( રાયોટીંગ- મારામારી )
( 4 ) પાંડેસરા પો સ્ટે ( ખુન )
( 5 ) પાંડેસરા પો.સ્ટે ( એનસી ફરીયાદ )
( 6 ) પાંડેસરા પો.સ્ટે ( પાસા અટકાયતી )

Click on your DTH Provider to Add TV9 Gujarati