ચાર દિવસમાં એક જ આરોપીએ બે બાળકીનો બળાત્કાર કર્યો, દેશી દારૂ પીને સાયકોએ બાળકીઓને હવસનો શિકાર બનાવી

Rape Cases in Gandhinagar : બેસતા વર્ષના દિવસની ત્રણ ઘટનામાં 1 બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 1 બાળકીનું મૃત્યુ થયું છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Nov 08, 2021 | 2:34 PM

GANDHINAGAR : ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરાઈ છે. ગાંધીનગર રેન્જ આઈજીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, બેસતા વર્ષના દિવસે 3 બનાવ બન્યા એ દુઃખદ અને ક્રૂર છે. પોલીસે આ કેસમાં વિજય પોપટજી ઠાકોર નામના આરોપીની ધરપકડ કર છે. આરોપી 11 તારીખ સુધી રિમાન્ડ પર છે. બેસતા વર્ષના દિવસની ત્રણ ઘટનામાં 1 બાળકી હોસ્પિટલમાં સારવાહ હેઠળ છે જ્યારે 1 બાળકીનું મૃત્યુ થયું છે. અભય ચુડાસમાએ કહ્યું કે, અન્ય એક બાળકી સાથે અત્યાચાર કર્યાનો પણ આરોપીએ કબૂલાત કરી છે. આરોપીને દેશી દારૂ પીવાની તેમજ પોર્ન ફિલ્મો જોવાની આદત છે.

માનસિક રીતે વિકૃત આ આરોપી નાની બાળકીઓને પોતાનો શિકાર બનાવતો હતો. કોઈ પણ રીતે બાળકીઓને ફોસલાવીને પરિવારથી અલગ કરી તેની સાથે લઈ જતો અને ત્યારબાદ પોતાની હવસ સંતોષતો હતો. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અભય ચુડાસમાંએ લોકોને અપીલ કરી હતી કે, કે લોકો બાળકીઓ ને અજાણ્યા લોકો સાથે ના મોકલે.

5મી નવેમ્બરે નવા વર્ષનાં દિવસે મૂળ દાહોદનો અને હાલ ખાત્રજમાં રહેતો પરિવાર ઘરે હાજર હતો. રાત્રીના નવ વાગ્યાની આસપાસ પરિવારના તમામ સભ્યો ઉંઘી ગયા હતા. જો કે, દરવાજો ખુલ્લો જ રહી ગયો હતો. રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં દીકરીનાં માતા જાગી ગયા હતા અને બન્ને સંતાનોએ ઓઢેલી ગોદડીઓ સરખી કરવા લાગ્યાં હતાં. પરંતુ ખાટલામાંથી દીકરી ગાયબ હતી. જેથી પરિવારે દીકરીની શોધખોળ આદરી હતી, પરંતુ દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે શોધખોળ કરતાં બાળકીનો મૃતદેહ સાંતેજ ચોકડીથી ભોંયણ તરફ જતા રોડ નજીક ગરનાળાની અવાવરુ જગ્યાએથી મળી આવ્યો હતો. મૃતદેહની મેડિકલ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી છે.

આ પણ વાંચો : Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : Morbi: ઇકો કાર કુવામાં પડતા એક જ પરિવારના 4 નું કમકમાટીભર્યું મોત, ડ્રાઈવરની ગફલતે લીધો ભોગ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati