વૃદ્ધ મહિલા પર બળાત્કાર અને હત્યાના ગુનામાં 24 વર્ષના યુવકને આજીવન કેદની સજા, સગીર યુવતી સાથે પણ આચર્યું હતું દુષ્કર્મ

અદાલતે 80 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા કરવા બદલ 24 વર્ષીય સીરિયલ કિલરને આજીવન કેદની સજા ફટકારી છે.

વૃદ્ધ મહિલા પર બળાત્કાર અને હત્યાના ગુનામાં 24 વર્ષના યુવકને આજીવન કેદની સજા, સગીર યુવતી સાથે પણ આચર્યું હતું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 8:08 PM

મધ્યપ્રદેશના સાગર જિલ્લાની એક સ્થાનિક અદાલતે 80 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા કરવા બદલ 24 વર્ષીય સીરિયલ કિલરને આજીવન કેદની (Life Imprisonment) સજા ફટકારી છે. આ જ આરોપીને ત્રણ મહિના પહેલા 13 વર્ષની સગીર પર બળાત્કાર અને હત્યાના કેસમાં પણ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

પ્રોસિક્યુશનના ડેપ્યુટી ડાયરેક્ટર અનિલ કટારેએ શુક્રવારે જણાવ્યું હતું કે, બંને કેસમાં નીચલી અદાલતોએ ડીએનએ રિપોર્ટના આધારે આરોપી વીરેન્દ્ર આદિવાસી (24)ને દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન્સ જજ દીપાલી શર્માએ બુધવારે 80 વર્ષની પીડિતા પર બળાત્કાર અને ગળું દબાવી હત્યા કરનાર વિરેન્દ્રને આજીવન કેદ અને 11,000ના દંડની સજા સંભળાવી હતી.

વૃદ્ધ મહિલા પર બળાત્કાર કરીને સગીરાની કરી હતી હત્યા

કટારેએ જણાવ્યું હતું કે, વૃદ્ધ મહિલાની હત્યાના ત્રણ મહિના પછી વીરેન્દ્રએ સગીર બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. એક પછી એક સતત બે બળાત્કાર અને હત્યાના કિસ્સાઓને કારણે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ બાળકીની હત્યાના છ દિવસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ અનુસાર, વૃદ્ધ મહિલા 11 જાન્યુઆરી 2019ના રોજ ઝૂંપડામાં મૃત હાલતમાં મળી આવી હતી અને તેના પુત્ર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

એફએસએલ રિપોર્ટમાં વૃદ્ધ મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, તેમણે પહેલા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો અને બાદમાં શંકાના આધારે સાગર જેલમાં સગીર વયની હત્યાના કેસમાં કેદી વીરેન્દ્રને ઝડપી લેવામાં આવ્યો. પોલીસ પૂછપરછ દરમિયાન વીરેન્દ્રએ વૃદ્ધ મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: UPSC CMS Admit Card 2021: UPSC સંયુક્ત મેડિકલ સર્વિસ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, 838 જગ્યાઓ પર થશે ભરતી

આ પણ વાંચો: CAT Admit Card 2021: CAT પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">