મેલીવિદ્યાની શંકાએ 7 લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો, 13 આરોપીઓની કરાઈ ધરપકડ

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક પરિવારના 7 લોકોને નિર્દયતાથી માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મેલીવિદ્યાની શંકાએ 7 લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો, 13 આરોપીઓની કરાઈ ધરપકડ
Taliban Terror in Maharashtra

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક પરિવારના 7 લોકોને નિર્દયતાથી માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રામજનોએ આ સાત લોકો પર શંકા કરી કે, તેઓ મેલીવિદ્યા કરી રહ્યા છે. તેમને ચાર રસ્તા પર થાંભલાઓથી લટકાવીને માર મારવામાં આવ્યો હતો. આ માર એટલો ગંભીર હતો કે આમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમને ચંદ્રપુરની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાત લોકોમાંથી ચાર મહિલાઓ અને ત્રણ વૃદ્ધ છે. આ મામલે 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ચંદ્રપુર જિલ્લાના જીવતી તાલુકા (બ્લોક) માં મેલીવિદ્યાની કરતા હોવાની શંકાના આધારે વડીલો અને મહિલાઓને નિર્દયતાથી મારવામાં આવ્યા છે. તેલંગાણા અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વાણી ખુર્દ ગામની આ ઘટના છે. ગામમાં કાળા જાદુની શંકા જતાં ચાર મહિલાઓ અને ત્રણ વડીલોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મારપીટમાં ગ્રામજનો મુકપ્રેક્ષક બની રહ્યા હતા. લોકો આ અત્યાચારને જોતા રહ્યા ઉભેલા કોઈ પણ વ્યક્તિમાં માનવતા જાગી ન હતી.

ખરાબ રીતે મારવામાં આવેલા તમામ લોકો  પરિવારના હોવાનું કહેવાય છે. તેમના નામ સાહેબરાવ ઉકે (48), શિવરાજ કાંબલે (74), એકનાથ ઉકે (70), શાંતાબાઈ કાંબલે (53), ધમ્મશીલા ઉકે (38), પંચફુલા ઉકે (55), પ્રયાગબાઈ ઉકે (64) છે.

7 માંથી 5 લોકોની હાલત ગંભીર

ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સાતમાંથી પાંચની હાલત નાજુક છે. તેમને ચંદ્રપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ પીડિતોને નિર્દય ટોળાથી બચાવ્યા હતા.

જીવતી પોલીસ સ્ટેશનમાં મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ અંબિકે આપેલી માહિતી મુજબ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગ્રામજનોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા અને તેમની વચ્ચે યોગ્ય જાગૃતિ લાવવા માટે પોલીસ અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિની મદદ પણ લઈ રહી છે.

Bengal Violence: CBIએ ચૂંટણી બાદની હિંસા મામલે શરૂ કરી તપાસ

કલકત્તા હાઈકોર્ટના (Calcutta High Court) નિર્દેશો અનુસાર, સીબીઆઈએ (CBI) પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાના કેસની (Post Poll Violence) તપાસ શરૂ કરી છે. મતદાન બાદની હિંસાની તપાસ માટે સીબીઆઈ ટીમના સભ્યો બેલિયાઘાટામાં ભાજપના મૃતક કાર્યકર (Dead BJP Worker) અભિજીત સરકારના ઘરે ગયા અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. આપને જણાવી દઈએ કે, અભિજીત સરકારની હત્યાના આરોપો હાલમાં હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે.

આ પણ વાંચો: Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati