પ્રેમનો કરૂણ અંજામ: પ્રેમિકાના ભાઈએ બજાર વચ્ચે યુવકને છરીના ઘા મારી કરી હત્યા, જુઓ શોકિંગ VIDEO

પ્રેમનો કરૂણ અંજામ: પ્રેમિકાના ભાઈએ બજાર વચ્ચે યુવકને છરીના ઘા મારી કરી હત્યા, જુઓ શોકિંગ VIDEO
24 year old boy murdered in delhi

હાલમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 30, 2021 | 5:29 PM

Shocking Video: હાલમાં ઈન્ટરનેટ પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પૂર્વ દિલ્હીના (Delhi) શાહદરા જિલ્લામાં બુધવારે સાંજે એક 24 વર્ષીય યુવકને તેના ઘરની નજીકની ગલીમાં ત્રણ વ્યક્તિઓએ છરી મારીને માર માર્યો હતો. પોલીસે (Delhi Police) આ મામલે જણાવ્યું હતું કે ત્રણમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાના CCTV ફૂટેજમાં જોવા મળે છે કે એક યુવક પર અચાનક ત્રણ વ્યક્તિઓ હુમલો કરે છે, પહેલા તેઓ યુવકના માથામાં ખુરશી મારે છે અને બાદમાં તેઓ છરી મારતા જોવા મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક શાહરૂખનું આરોપીની પરિણીત બહેન સાથે અફેર ચાલતુ હતું.

જુઓ દિલઘડક દ્રશ્યો

પ્રેમિકાના ભાઈએ આપી હતી ચેતવણી

ઉલ્લેખનીય છે કે આરોપીએ તેની બહેન અને શાહરૂખને તેમના સંબંધો ખતમ કરવાની ચેતવણી આપી હતી, પરંતુ બંનેએ પીછેહઠ કરી ન હતી. જેને કારણે તેના ભાઈઓએ ઉશ્કેરાઈને આ હત્યાને અંજામ આપ્યો હતો. બુધવારે સાંજે આરોપી તેના બે મિત્રો સાથે આવ્યો હતો અને શાહરૂખને મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો.

શાહદરાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP), આર સથિયાસુંદરમે જણાવ્યું હતું કે તેઓને જૂની સીમાપુરી વિસ્તારમાં રાશન વાલી ગલીમાંથી સાંજે 5 વાગ્યાની આસપાસ પીસીઆર કોલ મળ્યો હતો. ફોન કરનારે કહ્યું કે એક માણસની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. પોલીસ આવે તે પહેલા જ શાહરૂખને જીટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલ આ મામલે પ્રેમિકાના ભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Video : રેસ્ટોરન્ટમાં ચોરી કરવી આ વ્યક્તિને ભારે પડી ! સ્ટાફે રીઢા ચોરના હાલ કર્યા બેહાલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati