પત્નીથી ગુસ્સે થઈને જીજાજી ભગાડી ગયા 17 વર્ષની સાળીને, 4 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

પત્નીથી ગુસ્સે થઈને જીજાજી ભગાડી ગયા 17 વર્ષની સાળીને, 4 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

ફરી એકવાર સંબંધોને શર્મશાર કરે તવો મામલો સામે આવ્યો છે જ્યાં એક સગા જીજા પર તેની સગીર સાળી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 28, 2021 | 12:13 PM

રાજસ્થાનના કોટા જિલ્લામાંથી ફરી એકવાર સંબંધોને શર્મશાર કરે તવો મામલો સામે આવ્યો છે જ્યાં એક સગા જીજા પર તેની સગીર સાળી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિત સગીરના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ પીડિતાને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કર્યા બાદ તેને નારીશાળામાં મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે. કેસ મુજબ, જીજા પર આરોપ છે કે તેણે આ સગીર સાળીને 4 દિવસ સુધી પોતાની સાથે રાખી અને સતત દુષ્કર્મ આચર્યું.

આ બાબતે બાળ કલ્યાણ સમિતિના પ્રમુખ કનીઝ ફાતમાએ જણાવ્યું કે, મામલો કોટાના નયાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યાં આરોપીના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. આરોપી દારૂનો વ્યસની છે અને મજૂરી કામ કરે છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા આરોપીની દારૂની લતથી પરેશાન થઈને પત્ની તેને છોડીને પોતાના ઘરે ચાલી ગઈ હતી.

પીડિતા કોલેજમાં અભ્યાસ કરે છે

પોલીસે જણાવ્યું કે, આરોપી તેની 17 વર્ષની સાળીને કોલેજથી ગામ લઈ ગયો હતો. બીજી તરફ યુવતી ઘરે ન પહોંચતા સગાસંબંધીઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જે બાદ સંબંધીઓની શંકાના આધારે પોલીસ તેના જીજાના ઘરે પહોંચી હતી જ્યાંથી યુવતી મળી આવી હતી. આરોપીની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.

જણાવી દઈએ કે, પીડિતા કોલેજમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે, ત્યારબાદ તેને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જ્યાં તેની ફરિયાદ સાંભળીને તેને મહિલાશાળામાં મોકલી દેવામાં આવી હતી. હાલ નયાપુરા પોલીસ સ્ટેશન આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપીની પૂછપરછ કરીને મામલાની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે દુષ્કર્મના કેસમાં પરિવારના સભ્યની સંડોવણી રાજસ્થાનમાં નવો મામલો નથી. અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે જેમાં દુષ્કર્મની ઘટનામાં પરિવારના સભ્ય સંડોવાયેલા હોય છે. ત્યારે આવા કિસ્સાઓમાં મોટા ભાગના મામલા પોલીસ સુધી પણ પહોંચતા નથી.

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati