કોરોના વાયરસના વધતા કેસોથી ચિંતિત ચીને 3 કેસ સામે આવતાં જ બીજા શહેરમાં લોકડાઉન લાગુ કર્યું

દુનિયાને કોરોના સંક્રમણ ફેલાવનાર ચીન ચેપના નવા કેસોથી એટલા ડરમાં આવી ગયું છે કે તેણે માત્ર ત્રણ કેસ સામે આવતાં જ બીજા શહેરને લોકડાઉન કરી નાંખ્યું છે. સરકારે યુત્જુ(Yuzhou)ને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દીધું છે,

કોરોના વાયરસના વધતા કેસોથી ચિંતિત ચીને 3 કેસ સામે આવતાં જ બીજા શહેરમાં લોકડાઉન લાગુ કર્યું
Yuzhou, 2nd China city under lockdown
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 4:51 PM

CORONA : ચીનમાં કોરોના વાયરસ (Coronavirus)ફરી ફેલાઈ ગયો છે. ચેપના સતત વધી રહેલા કેસોએ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. વાઈરસને કાબૂમાં લેવા માટે ચીને યુત્ઝુ (Yuzhou)નામના બીજા શહેરને સંપૂર્ણ રીતે લોકડાઉન  (Lockdown)કરી દીધું છે. (Yuzhou) શહેરમાં કોરોનાના માત્ર ત્રણ નવા કેસ નોંધાયા છે.

તેમ છતાં વહીવટી તંત્રએ શહેરને સંપૂર્ણ લોકડાઉન કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા શિયાન શહેરમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

જેના કારણે સરકારની ઉંઘ ઉડી ગઈ

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ વધી રહ્યા છે.  (Yuzhou)અને ઝિયાનની જેમ, 23 ડિસેમ્બરના રોજ શિનજિયાંગમાં 1.3 મિલિયન લોકોને ઘરોમાં રહેવા મજબુર કર્યા છે. સરકાર પણ કોરોના(Coronavirus)ના વધતા કેસોથી ચિંતિત છે, કારણ કે બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ (beijing winter olympic games)યોજાવા જઈ રહી છે. જો ચેપની ગતિ ઓછી કરવામાં ન આવે તો આ ઘટના જોખમમાં મુકાઈ શકે છે. બેઇજિંગથી લગભગ 700 કિમી દક્ષિણપશ્ચિમમાં આવેલા (Yuzhou)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાગરિકો અને સરકારી કર્મચારીઓ બંને માટે શક્ય તેટલા ઓછા સમયમાં રોગચાળાને કાબૂમાં રાખવાની ઉચ્ચ પ્રાથમિકતા છે.

(Yuzhou)અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે લોકડાઉન(Lockdown)માં કરવામાં આવી રહેલી બિનજરૂરી કડકતાને કારણે તેમની સામે ખાવા-પીવાની સમસ્યા ઊભી થઈ છે. જ્યારે અધિકારીઓએ દાવો કર્યો છે કે, લોકોને પૂરતો ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ શહેરમાં છેલ્લા નવ દિવસથી એક કરોડ 30 લાખ લોકો પોતાના ઘરોમાં કેદ છે.

કેસ અન્ય દેશો કરતા ઓછા છે

ગયા વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ચીનમાં કોરોના(Coronavirus)ના કેસ વધવા લાગ્યા હતા. જો કે, આ સંખ્યા અન્ય દેશોમાં દૈનિક કોરોના કેસના એક ટકા પણ નથી. નોંધપાત્ર રીતે, ચેપના વાસ્તવિક આંકડા છુપાવવા માટે ચીન પહેલેથી જ કુખ્યાત છે. આવી સ્થિતિમાં, શિયાન અથવા અન્ય શહેરોમાં વાસ્તવિક કોરોના સંખ્યા કેટલી છે તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: વર્ષના પ્રથમ 5 દિવસમાં 5 એન્કાઉન્ટર, સુરક્ષા દળો દ્વારા 3 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત 8 આતંકવાદીઓ માર્યા ગયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">