ઓમિક્રોનની આફત : શું તમે જાણો છો કોરોનાના નવા વેરિયન્ટનું નામ Omicron શા માટે રાખવામાં આવ્યુ ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના સાર્સ કોવ-2ના નવા વેરિયન્ટનું નામ આપ્યું છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આ નવા અને ખતરનાક વેરિયન્ટનું નામ ઓમિક્રોન રાખવામાં આવ્યું છે.

ઓમિક્રોનની આફત : શું તમે જાણો છો કોરોનાના નવા વેરિયન્ટનું નામ Omicron શા માટે રાખવામાં આવ્યુ ?
Omicron Variant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 4:32 PM

Omicron Variant :કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ખૂબ જ ખતરનાક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) કરતા પણ વધુ ઘાતક છે અને તેના કરતાં પણ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. વિશ્વના તમામ દેશો આ અંગે ઈમરજન્સી પગલાં લઈ રહ્યા છે. જેમાં વિદેશથી આવનારો મુસાફરો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. ત્યારે દરેકને પ્રશ્ન થાય કે શા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વેરિયન્ટનું નામ Omicron રાખ્યું છે.

વેરિયન્ટ ઓફ કનસર્ન

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગયા અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળતા નવા કોવિડ વેરિઅન્ટ B.1.529ને ઓમિક્રોન નામ આપ્યું હતું અને તેને વેરિયન્ટ ઓફ કનસર્ન ગણાવ્યું હતું. તેને ખતરનાક અને ચિંતાજનક કહેવાનું મુખ્ય કારણ એ છે કે તે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ નામ શા માટે ?

SARS Cov-2 ના નવા વેરિયન્ટને નામ આપવા માટે ગ્રીક અક્ષરોનો (Greek Word) ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે આ વેરિયન્ટના વૈજ્ઞાનિક નામો ખૂબ લાંબા અને જટિલ છે. આ કારણે, મૂંઝવણ ટાળવા માટે, ગ્રીક મૂળાક્ષરોનો અક્ષર SARS Cove-2 માં જ ઉમેરવામાં આવે છે, જેથી સ્પષ્ટપણે સમજી શકાય કે તે એક જ વાયરસ છે પરંતુ તેમાં પરિવર્તન છે.

અત્યાર સુધીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાર્સ કોવલ-2ના વેરિયન્ટ માટે 12 ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરી ચૂક્યું છે. જે બાદ ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકામાંથી નવો વેરિયન્ટ (New Variant) સામે આવ્યો. રસપ્રદ વાત એ છે કે આ અર્થમાં, ગ્રીક મૂળાક્ષરોમાં Mu પછી 13મો અક્ષર Nu (Nu) અથવા Xi (Xi) આવ્યો. પરંતુ WHOઓ એ તેમનો આગળના અક્ષર ઓમિક્રોનને પસંદ કર્યો.

Omicron નો અર્થ શું છે ?

અંગ્રેજી મૂળાક્ષરોમાં નાના O અક્ષરનું આ ગ્રીક સ્વરૂપ છે, જે 15મો અક્ષર છે. જ્યારે ગ્રીકમાં ઓમેગા અંગ્રેજી કેપિટલ અથવા મોટા Oનું પ્રતિનિધિત્વ કરે છે. ઓમિક્રોન અને ઓમેગાના ઉચ્ચારણમાં તફાવત છે. આ સિવાય ઓમિક્રોન ગ્રીક નંબરોમાં 70 નંબર પણ દર્શાવે છે. ખગોળશાસ્ત્રમાં, નક્ષત્રમાં 15મો તારો ઓમિક્રોન દ્વારા રજૂ થાય છે. જેમ કે Omicron Andromada, Omicron Ceti, Omicron Persei વગેરે…જેને કારણે આ નવા વેરિયન્ટનું નામ Omicron રાખવામાં આવ્યુ.

આ પણ વાંચો : ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

આ પણ વાંચો : લો બોલો ! કોલેજના ક્લાસ રૂમમાં ધૂસી ગયો દીપડો, પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં હડકંપ,જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">