WAR against Corona : કેન્દ્ર સરકારે રાજયો માટે ખોલ્યો ખજાનો, રૂપિયા 8,873 કરોડની આપી ભેટ

War against Corona : ભારત સરકારના નાણાં મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) ના વર્ષ 2021-22 માટેના કેન્દ્ર સરકારના હિસ્સાનો પહેલો હપ્તો 8873.6 કરોડ રૂપિયામાં જાહેર કરવામાં આવ્યો છે.

WAR against Corona : કેન્દ્ર સરકારે રાજયો માટે ખોલ્યો ખજાનો, રૂપિયા 8,873 કરોડની આપી ભેટ
Follow Us:
| Updated on: May 01, 2021 | 1:13 PM

War against Corona : ભારત સરકારના નાણાં મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) ના વર્ષ 2021-22 માટેના કેન્દ્ર સરકારના હિસ્સાનો પહેલો હપ્તો 8873.6 કરોડ રૂપિયામાં જાહેર કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે કહ્યું કે પ્રકાશિત આ રકમના 50 ટકા સુધી એટલે કે 4436.8 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા કોવીડ -19ના નિવારણના પગલાં માટે વાપરી શકાય છે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલયની ભલામણ પર રાજ્યોને રૂપિયા 8873 કરોડની રકમ આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે, નાણાં પંચની ભલામણો અનુસાર જૂન મહિનામાં એસડીઆરએફના પ્રથમ હપ્તા બહાર પાડવામાં આવે છે.પરંતુ, કોવિડની સ્થિતિને જોતા સરકારે આ રકમ એક મહિના પહેલા જ મંજૂર કરી દીધી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘એસડીઆરએફના આ નાણાની રકમ માટે સામાન્ય પ્રક્રિયામાં છૂટછાટ આપીને બહાર પાડવામાં આવ્યા છે, જેમાં નાણાકીય વર્ષમાં રાજ્યોને પૂરી પાડવામાં આવેલી રકમના ઉપયોગના પ્રમાણપત્રની રાહ જોયા વગર તમામ રાશિ બહાર પાડવામાં આવી છે. ”

આપને જણાવી દઈએ કે એસડીઆરએફ પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ રાજ્યો દ્વારા કોરોના સંબંધિત વિવિધ પગલાં માટે થઈ શકે છે. જેમાં હોસ્પિટલો, વેન્ટિલેટર, એર પ્યુરિફાયર્સ, એમ્બ્યુલન્સ સેવાઓ મજબૂત બનાવવા, કોરોના હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર વગેરેનો સમાવેશ કરાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">