ધૂળ પડી આ લોકોના જીવન પર: એક બાળકે માસ્ક પહેરવાનું કહ્યું તો લોકોએ કર્યું આવું વર્તન, જુઓ વિડીયો

ધૂળ પડી આ લોકોના જીવન પર: એક બાળકે માસ્ક પહેરવાનું કહ્યું તો લોકોએ કર્યું આવું વર્તન, જુઓ વિડીયો
વાયરલ વિડીયો

તાજેતરમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને લાગે છે કે ગમે તેટલી લહેર આવે કે ગમે તેટલી તકલીફો આવે અમુક પ્રજા ક્યારેય નહીં સુધરે. અ આ વિડીયોમાં એક બાળક સૌને અપીલ કરી રહ્યો છે માસ્ક પહેરવા.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 07, 2021 | 10:24 AM

કોરોનાની બીજી લહેર ખુબ જોખમી નીવળી. તેમ છતાં બીજી લહેર જતાની સાથે જ જાણે માણસોમાં કોરોનાનો ડર પણ જતો રહ્યો છે. ઠેર ઠેર હવે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સની મજાક ઉડતી જોવા મળતી હોય છે. લોકો માસ્કને પણ મજાક બનાવી દીધું છે. માસ્ક પહેરવાનું ભૂલી જવું એવા બહાના હવે સામાન્ય થઇ ગયા છે. અને માસ્ક પહેર્યું હોય તો પણ નાક નીચે જ જોવા મળે છે.

બીજી લહેર પૂરી થતાની સાથે શિમલા, મનાલી, ધર્મશાળા, અને અન્ય અનેક ટુરિસ્ટ પ્લેસ પર ભીડ ઉમટી પડી છે. અહેવાલો અનુસાર આ જગ્યાઓ પર હોટલ્સ પણ નથી મળી રહી. જનતા બેફીકર થઇને કોરોનાને ભૂલી રહી છે. આવા સમયે એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક નાનો બાળક સૌને એની ક્યુટ ભાષામાં ધમકાવી રહ્યો છે. અને કહી રહ્યો છે કે માસ્ક ક્યાં છે. તેણે પોતે વ્યવસ્થિતપણે માસ્ક પહેરેલું છે.

અહેવાલો અનુસાર આ વિડીયો ધર્મશાળાનો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે બાળક લોકોને માસ્ક અંગે સુચન આપી રહ્યો છે. વિડીયોમાં બાળકના કપડા અને ભાષાથી લાગે છે તે એ જગ્યાનો જ રહેવાશી છે. અને તે એક ગરીબ પરિવારથી આવે છે. પરંતુ એની સામે ફરવા માટે ગયેલા કથિત ભણેલા ગણેલા નાગરીકો મૂર્ખા સાબિત થયા છે.

જી હા વિડીયોમાં જોવા મળતા કથિત વિકસિત સમાજના લોકોને જોઇને તમને પણ ગુસ્સો આવશે. હેરાન કરનારી વાત તો એ છે કે આખા વિડીયો દરમિયાન ભાગ્યે જ કોઈએ માસ્ક પહેરેલું હોય એવું જોવા મળ્યું. આ બાળક એક એકને કહી રહ્યો છે કે માસ્ક ક્યાં છે, તો આવા સમયે અમુક લોકો હસીને નીકળી જાય છે. તો અમુક લોકો તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે. કોઈ તો એનો દંડો લઈ લેવાનો પ્રયત્ન કરે છે. કોઈ પૂછે છે કે તું પોલીસવાળો છે? કથિત સભ્ય સમાજના આ જવાબથી લાગે છે કે અમુક માણસો માત્ર પોલીસના ડરથી જ માસ્ક પહેરે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. અને માસ્ક ના પહેરનારા લોકો પર અન્ય લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ કદાચ એવું પણ બને કે સીશીયલ મીડિયા પર મોટી મોટી વાતો કરનારા લોકો પણ જ્યારે જાહેર જગ્યા પર જાય છે ત્યારે આવું જ વર્તન કરતા હોય. ખેર આ વિડીયો જોઇને એક વાત તો જાહેર થઇ ગઈ છે કે ભણતર અને સમજને કંઈ લેવા દેવા નથી. અને ગરીબી અમીરીને પણ સમજણ સાથે કંઈ લેવા દેવા નથી.

આ પણ વાંચો: Birthday Special: એવું તો શું થયું કે આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યા હતા કૈલાશ ખેર? જાણો અનોખા કિસ્સા

આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ માટે મોટા સમાચાર, સિરિયલે રચ્યો નવો ઇતિહાસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati