WHO એ અમીર દેશોને કરી અપીલ, બાળકોને હમણાં વેક્સિન ન લગાવો, જાણો શું આપ્યું કારણ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ અમીર દેશોને અપીલ કરી છે કે હમણાં બાળકોને રસી ન આપવી જોઈએ.

WHO એ અમીર દેશોને કરી અપીલ, બાળકોને હમણાં વેક્સિન ન લગાવો, જાણો શું આપ્યું કારણ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 14, 2021 | 8:18 PM

દેશ સહીત અડધી દુનિયામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. કોરોના વિરૂદ્ધ લડાઈમાં રસીકરણ એકમાત્ર હથિયાર છે. જેટલું વધારે રસીકરણ થશે એટલા વધારે પ્રમાણમાં લોકોને કોરોના સંક્રમણથી બચાવી શકાશે. હાલ દેશમાં 18 થી ઉપરની ઉમરના લોકોને રસી આપવાનું શરૂ છે. અમેરિકા અને કેનેડામાં હાલમાં જ 12 થી 15 વર્ષના બાળકોને કોરોના વેક્સીન લગાવવાની મંજુરી આપી છે. પણ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ અમીર દેશોને અપીલ કરી છે કે હમણાં બાળકોને રસી ન આપવી જોઈએ.

WHO એ અમીર દેશોને કરી અપીલ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ શુક્રવારે કહ્યું કે બીજા વર્ષમાં કોરોના મહામારી પહેલા વર્ષ કરતાં વધુ જીવલેણ સાબિત થવાની છે. આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠને અમીર દેશોને અપીલ કરી છે કે તેઓ બાળકોને કોરોના રસી ન આપે, પરંતુ ગરીબ દેશોને રસી આપે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

WHOના ડિરેક્ટર જનરલ ટ્રેડોસ અડનોમ (Tedros Adhanom Ghebreyesus) એ જણાવ્યું હતું કે, કોરોના મહામારી પહેલા વર્ષ કરતાં બીજા વર્ષમાં વધુ જીવલેણ સાબિત થવાની છે. શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અમીર દેશોને પણ બાળકોનું રસીકરણ મુલતવી રાખવા અપીલ કરી હતી.

તેમણે કહ્યું, “હું સમજી શકું છું કે કેટલાક દેશો શા માટે બાળકો અને કિશોરોને રસી અપાવવા માગે છે, પરંતુ હમણાં હું તેમને અપીલ કરું છું કે તેઓએ તેમના આ નિર્ણય પર ફરી થી વિચાર કરે અને તેના બદલે કોવાક્સ પ્રોગ્રામ માટે રસી દાન કરે.”

WHOના નિષ્ણાંતે કહ્યું છે કે આગામી સમયમાં કોરોના વાયરસના વધુ નવા પ્રકારો જોવા મળશે. જો કે હવે આપણે જાણીએ છીએ કે શું કરવું.કોવિડ-19 પર વિશ્વ આરોગ્ય સંગઠનના ટેકનીકલ અધ્યક્ષ લીડ મારિયા વેન કેરકોવએ કહ્યું હતું કે, “હું નવા પ્રકાર ના ભયને કેટલીક ઉત્પાદકતા અને તાકાતમાં બદલવા માંગુ છું”.

અમેરિકા અને કેનેડામાં બાળકોનું રસીકરણ WHO એ અમીર દેશોને આ અપીલ એવા સમયે કરી છે જયારે અમેરિકા અને કેનેડામાં હાલમાં જ 12 થી 15 વર્ષના બાળકોને કોરોના વેક્સીન લગાવવાની મંજુરી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા પ્રમાણે અમીર દેશોમાં બાળકોને આપવામાં આવતી આ રસી ગરીબ દેશોને આપવી જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કોરોના મહામારી સામે ગરીબ દેશોના નાગરિકોને બચાવી શકાય.

આ પણ વાંચો : દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 24 કલાકમાં નવા કેસો કરતા ડીસ્ચાર્જની સંખ્યા વધુ

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">