Coronavirus Double Mutant : ત્રણ સ્વરૂપોમાં વિભાજિત થયો કોરોના વાયરસનો ડબલ મ્યુટન્ટ, જાણો શું કહ્યું વૈજ્ઞાનિકોએ

વૈજ્ઞાનિકોએ Coronavirus Double Mutant ના ત્રણ સ્વરૂપોને B-1.617.1, B-1.617.2 અને B-1.617.3 નામ આપ્યા છે.

Coronavirus Double Mutant : ત્રણ સ્વરૂપોમાં વિભાજિત થયો કોરોના વાયરસનો ડબલ મ્યુટન્ટ, જાણો શું કહ્યું વૈજ્ઞાનિકોએ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 3:33 PM

Coronavirus Double Mutant : 24 માર્ચે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દિલ્હી, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક સ્થળોએ CORONA વાયરસનો ડબલ મ્યુટન્ટ (Coronavirus Double Mutant)મળી આવ્યો છે. ત્યારથી એવી ચિંતા પ્રસરી છે કે વાયરસના ત્રણ સ્વરૂપોને કારણે કોરોના મહામારી વધુ ઘાતક બની છે ?

ડબલ મ્યુટન્ટના ત્રણ સ્વરૂપો ભારતમાં કોવીડ-19ની બીજી લહેર (COVID-19 2nd Wave) કોરોના વાયરસના ડબલ મ્યુટન્ટની નવી પેટર્નને જવાબદાર માનવામાં આવે છે. દેશના કેટલાક મોટા વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોરોના વાયરસના નવા સવરૂપ B-1.617 ડબલ મ્યુટન્ટે (Coronavirus Double Mutant) પોતાને ત્રણ જુદા જુદા સ્વરૂપોમાં પરિવર્તિત કર્યું છે. કેન્દ્ર સરકારે 24 માર્ચે કહ્યું હતું કે દિલ્હી, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક સ્થળોએ CORONA વાયરસનો ડબલ મ્યુટન્ટ મળી આવ્યો છે.ત્યારથી એવી ચિંતા પ્રસરી છે કે વાયરસના ત્રણ સ્વરૂપોને કારણે કોરોના મહામારી વધુ ઘાતક બની છે ?

કારણ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વાયરસ તેનું સ્વરૂપ બદલી નાખે છે ત્યારે તે પહેલા કરતા વધુ જીવલેણ સાબિત થાય છે, પરંતુ ઘણી વાર આ ફેરફાર વાયરસને નબળો પણ બનાવે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ત્રણ સ્વરૂપ થવાથી ડબલ મ્યુટન્ટ કેટલો ઘાતક ? હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વાયરસના ડબલ મ્યુટન્ટના આ ત્રણ સ્વરૂપો કેટલા જીવલેણ હશે તેનો જવાબ શોધવા સંશોધન જરૂરી છે. વૈજ્ઞાનિકોએ આ ડબલ મ્યુટન્ટને B-1.617.1, B-1.617.2 અને B-1.617.3 નામ આપ્યા છે.

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના પ્રખ્યાત વૈજ્ઞાનિક દિવ્ય તેજ સોપતિએ કહ્યું કે, અત્યારે આ કહેવું ઘણું વહેલું હશે કે આ ત્રણ સ્વરૂપોને કારણે દેશમાં કોરોના વાયરસથી સ્થિતિ કફોડી અને ખરાબ બની છે, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું છે વાયરસ B 1.617 ના ડબલ મ્યુટન્ટને હવે ત્રણ સ્વરૂપોમાં વહેંચવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાના નવા 3,52,991 કેસ દેશમાં 26 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 ના નવા કેસ 3,52,991 સામે આવ્યાં બાદ કુલ કેસોની સંખ્યા વધીને 1,73,13,163 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 28 લાખને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી. 26 એપ્રિલે સોમવારે સવારે આઠ વાગ્યા સુધી મંત્રાલયે અપડેટ કરેલી માહિતી પ્રમાણે, કોરોનાને કારણે 2,812 લોકોનાં મોત પછી મૃતકોની સંખ્યા વધીને 1,95,123 થઈ ગઈ છે.

કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં તીવ્ર વધારા સાથે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 28,13,658 થઈ ગઈ છે જે ચેપગ્રસ્ત કુલના 16.25 ટકા છે, જ્યારે કોવિડ-19નો રાષ્ટ્રીય રિકવરી દર 82.62 ટકા પર આવી ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,43,04,382 થઈ ગઈ છે. મૃત્યુ દર ઘટીને 1.13 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : 20 રાજ્યમાં નિઃશુલ્ક આપવામાં આવશે કોરોનાની રસી, જાણો ક્યાં-ક્યાં રાજ્ય છે સામેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">