4 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો દાવો,હવે કોરોનાની દવા Remdesivir માટે નહિ મારવા પડે વલખા

કોવીડ -19(Covid 19))ની સારવારમાં ઉપયોગી એવી રેમેડિસિવર(Remdesivir) દવા બનાવતી કંપનીઓએ જણાવ્યું હતું કે દેશમાં વધતી માંગને પહોંચી વળવા તેઓએ આ દવાના ઉત્પાદનમાં વધારો કર્યો છે.

  • Ankit Modi
  • Published On - 7:55 AM, 15 Apr 2021
4 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો દાવો,હવે કોરોનાની દવા Remdesivir માટે નહિ મારવા પડે વલખા
પ્રતિકાત્મક તસ્વીર

કોવીડ -19(Covid 19))ની સારવારમાં ઉપયોગી એવી રેમેડિસિવર(Remdesivir) દવા બનાવતી કંપનીઓએ જણાવ્યું હતું કે દેશમાં વધતી માંગને પહોંચી વળવા તેઓએ આ દવાના ઉત્પાદનમાં વધારો કર્યો છે. હકીકતમાં, કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી સરકારે રેમેડિસિવર ઇન્જેક્શન અને તેના API ના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ઝાયડસ કેડિલા અને અન્ય કોઈ અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની દાવો કરી રહી છે કે અમે દવાઓની અછત રહેવા દઈશું નહીં પરંતુ બજારની હાલની વાસ્તવિકતા ખુલ અલગ છે.

ઝાયડસ કેડિલાના જણાવ્યા અનુસાર, “કોવિડ -19 સંક્ર્મણના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે રેમેડિસવીરની માંગમાં વધારો થયો છે. અમે હાલમાં તેનું ઉત્પાદન ત્રણ-ચાર એકમોમાં કરી રહ્યા છીએ. માંગને પહોંચી વળવા અમે ઉત્પાદને દર મહિને 5-6 લાખ બોટલથી વધારીને 10-12 લાખ બોટલ કરી દીધી છે. હવે અમે તેને વધારીને દર મહિને 20 લાખ સુધી કરીશું. ”

કિંમતમાં પણ ઘટાડો કરાઈ શકે છે.
કંપનીના કહેવા પ્રમાણે આગામી કેટલાક સપ્તાહમાં સપ્લાયની સ્થિતિમાં સુધારો થશે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે એમ પણ કહ્યું હતું કે તે ભારતમાં વધુ દર્દીઓ સુધી પહોંચવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અમે ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છીએ. અમે બજારમાં પ્રવાહી ઉત્પાદનો લાવી રહ્યા છીએ જે ઝડપથી બનાવી શકાય છે અને સપ્લાય થઈ શકે છે. અમે મહત્તમ છૂટક ભાવ (MRP) માં પણ 50 ટકાનો ઘટાડો કર્યો છે જેથી ઇન્જેક્ટેડ દર્દીઓ માટે કિંમત અવરોધ ન બને. ”

ટૂંક સમયમાં સ્થિતિમાં સુધારો આવશે
એક નિવેદન અનુસાર કંપનીને અપેક્ષા છે કે આગામી કેટલાક સપ્તાહમાં સ્થિતિ સુધરશે. ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે તે વધતી જતી માંગને પહોંચી વળવા માટે સિનજેન સાથે જોડાણ કરીને રિમેડિસિવિર ઉત્પાદન માટે તેની ક્ષમતામાં વધારો કરી રહી છે. ઉત્પાદન વધાર્યું છે અને હાલમાં બે પ્લાન્ટમાં રેમેડિશીવરનું ઉત્પાદન થઇ રહ્યું છે. ઉત્પાદન વધારવાના હેતુથી તેને બીજા પ્લાન્ટમાં બનાવવાનું નક્કી કર્યું છે. અમે સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને દર્દીઓ માટે કોવિડ -19 ની સારવારમાં દવા ઉપયોગી છે તેની ખાતરી કરવા માટે અથાક કામ કરી રહ્યા છીએ. ”

સિપ્લાએ પણ ઉત્પાદન વધાર્યું
કંપની ભારતમાં રેમેડિસિવિરના ઉત્પાદન અને વિતરણ માટે સિનજેન સાથે ભાગીદારી કરી રહી છે.સિપ્લાએ એમ પણ કહ્યું હતું કે અગાઉના સંક્રમણની તુલનામાં વખતે રેમાડેસિવીરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કંપનીના કહેવા પ્રમાણે, “અમે ગયા સમયની તુલનામાં ઉત્પાદન બમણું કર્યું છે. દવા માટેની અણધારી માંગને ધ્યાનમાં રાખીને અમે અમારા નેટવર્ક દ્વારા અમારી ક્ષમતામાં વધુ વધારો કર્યો છે. “