Coronaના કેસો વધતા કેન્દ્રની ચિંતા વધી, કહ્યું આ 10 જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ખરાબ

Coronaના સૌથી વધુ સક્રિય કેસો વાળા 10 જિલ્લાઓમાં 8 મહારાષ્ટ્રના છે. આ ઉપરાંત દિલ્હી અને બેંગલુરુ અર્બનનો પણ સમાવેશ થાય છે.

Coronaના કેસો વધતા કેન્દ્રની ચિંતા વધી, કહ્યું આ 10 જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ખરાબ
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 6:08 PM

દેશમાં Corona વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 56 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, તો 271 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે આમાંથી મોટાભાગના કેસ દેશના કેટલાક રાજ્યોમાંથી આવ્યા છે. Coronaના સૌથી વધુ સક્રિય કેસો વાળા 10 જિલ્લાઓમાં 8 મહારાષ્ટ્રના છે. આ જિલ્લાઓ કોરોનાના ગઢ બની રહ્યા છે આ ઉપરાંત દિલ્હી અને બેંગલુરુ અર્બનનો પણ સમાવેશ થાય છે.કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે દેશમાં કોવિડ-19 ને લગતી સ્થિતિ કથળી છે, જે ચિંતાનું મોટું કારણ છે.

આ 10 જિલ્લાઓમાં સૌથી વધુ એક્ટીવ કેસો કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું કે દેશના 10 જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ છે. તેમાં પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરુ અર્બન, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનો પણ અહીં એક જિલ્લા તરીકે સમાવેશ થાય છે. પુણેમાં 58,475 સક્રિય કેસ છે, મુંબઈમાં 46,248, નાગપુરમાં 45,322, થાણેમાં 35,264, નાસિકમાં 26,553, ઔરંગાબાદમાં 21,282, બેંગલુરુ અર્બનમાં 16,259, નાંદેડમાં 15,171, દિલ્હીમાં 8,032 અને અહેમદનગરમાં 7,952 એક્ટીવ કેસ છે.

કેસો વધતા ટેસ્ટ વધારવા જરૂરી કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે દેશમાં સરેરાશ સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5.65 ટકા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 2.3, પંજાબમાં 8.82, છત્તીસગઢમાં 8, મધ્યપ્રદેશમાં 7.82%, તમિળનાડુમાં 2.04% છે , કર્ણાટક 2.45 ટકા, ગુજરાતમાં 2.2 ટકા અને દિલ્હીમાં 2.04 ટકા છે. ભૂષણે કહ્યું કે અમે આ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે વાત કરી છે. તેમને કહ્યું છે કે કેસ વધતાં તેઓ કેમ ટેસ્ટમાં વધારો કેમ નથી કરી રહ્યાં. ટેસ્ટમાં વધારો કરવાની જરૂર છે અને RTPCR પર ફોકસ કરવું જોઈએ. વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સ્ક્રિનિંગ માટે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવા જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દેશમાં વધી રહ્યાં છે નવા કેસો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 56,211 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,20,95,855 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાથી વધુ 271 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે દેશમાં મૃતકોની કુલ સંખ્યા વધીને 1,62,114 થઈ ગઈ છે. કોવિડ-19 થી દેશમાં અત્યાર સુધીમાં 1,62,114 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં 54,283, તમિળનાડુમાં 12,684, કર્ણાટકમાં 12,520, દિલ્હીમાં 11,012, પશ્ચિમ બંગાળમાં 10,325, ઉત્તરપ્રદેશમાં 8,790, આંધ્રપ્રદેશમાં 7,210 અને પંજાબમાં 6749 લોકોના મોત થયા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">