Record 82.7 lakh doses : એક જ દિવસમાં 80 લાખથી વધુ ડોઝના રસીકરણથી ખુશ થયા વડાપ્રધાન મોદી

Record 82.7 lakh doses : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોવિડ રસીકરણની સુધારેલી ગાઈડલાઈનના અમલના પહેલા દિવસે આજે 21 જૂનને રાત્રે 8 વાગ્યા સુધીમાં કોરોના રસીના 80 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે.

  • Updated On - 12:01 am, Tue, 22 June 21 Edited By: Nakulsinh Gohil
Record 82.7 lakh doses : એક જ દિવસમાં 80 લાખથી વધુ ડોઝના રસીકરણથી ખુશ થયા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની બેઠક

Record 82.7 lakh doses : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને કોવિડ-19 રસીકરણ માટે અપાયેલી સુધારેલી ગાઈડલાઈન પછી એક જ દિવસમાં થયેલા રેકોર્ડબ્રેક રસીકરણ અંગે વડાપ્રધાન મોદી (PM Modi) એ ખુશી વ્યક્ત કરતા Well done India કહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશમાં એન્ટિ-કોવિડ રસીના રેકોર્ડબ્રેક રસીકરણને આનંદ ઉપજાવનારી ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે રોગચાળો સામેની લડતમાં આ રસી સૌથી મજબૂત શસ્ત્ર છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોવિડ રસીકરણની સુધારેલી ગાઈડલાઈનના અમલના પહેલા દિવસે આજે 21 જૂનને રાત્રે 8 વાગ્યા સુધીમાં કોરોના રસીના 80 લાખથી વધુ (Record 82.7 lakh doses) ડોઝ આપવામાં આવ્યાં છે.

વડાપ્રધાને ટ્વીટ કરી આનંદ વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદી (PM Modi) એ ટ્વિટ કર્યું હતું કે, “આજે રસીકરણની રેકોર્ડસંખ્યા ખુશી આપનાર છે.કોવિડ-19 સામેની લડતમાં રસી આપણું સૌથી મજબૂત શસ્ત્ર છે. જેમને રસી આપવામાં આવી છે તેમને અભિનંદન અને તે બધા ફ્રન્ટલાઈન વર્કરોને પણ અભિનંદન કે જેમણે ઘણા બધા લોકોનું રસીકરણ સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી. તેઓ પ્રશંસાને પાત્ર છે. વેલડન ઇન્ડિયા”

સરકારની નીતિ યોગ્ય : ડો.હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને ટ્વીટ કરીને કહ્યું કે વિશ્વ યોગ દિવસથી રસીકરણની ગતિ ઝડપી કરવામાં આવી છે. તેની અસર પહેલા જ દિવસે દેખાઈ રહી હતી અને દેશ રસીકરણનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આજે કોરોના રસીના 80 લાખથી વધુ (Record 82.7 lakh doses) ડોઝ આપવામાં આવ્યા છે, જે સાબિત કરે છે કે સરકારની રસીકરણ નીતિ યોગ્ય દિશામાં છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati