RAJKOT : 95 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીએ કોરોનાને મ્હાત આપી, PMOમાંથી પૂછાતી હતી ખબર

RAJKOT : હાલ દેશભરમાં કોરોનાથી ભયનો માહોલ છે. ત્યારે ભલભલા કઠણ કાળજાનો માનવી હાલ હાર માની જાય છે. ત્યારે કેટલાક એવા મજબૂત મનોબળના માનવીઓ પણ છે કે જે ઢળતી ઉંમરે કોરોનાને આસાનીથી માત આપી રહ્યાં છે.

RAJKOT : 95 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીએ કોરોનાને મ્હાત આપી, PMOમાંથી પૂછાતી હતી ખબર
મનુભાઇ વિઠલાણી, સ્વાતંત્ર્ય સેના
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 6:36 PM

RAJKOT : હાલ દેશભરમાં કોરોનાથી ભયનો માહોલ છે. ત્યારે ભલભલા કઠણ કાળજાનો માનવી હાલ હાર માની જાય છે. ત્યારે કેટલાક એવા મજબૂત મનોબળના માનવીઓ પણ છે કે જે ઢળતી ઉંમરે કોરોનાને આસાનીથી માત આપી રહ્યાં છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં.

95 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીએ કોરોનાને મ્હાત આપી

સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીએ કોરોનાને આપી માત

રાજકોટમાં 95 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીએ ત્રણ દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપીને કોરોના સંક્રમિત દર્દીઓને જીતનો વિશ્વાસ અપાવ્યો છે. મૂળ મેંદરડાના વતની મનુભાઇ વિઠલાણીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તબીયત નાજુક થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

તબિયત નાજુક થતા પીએમઓમાંથી સૂચના આવી અને કલેક્ટર તંત્રએ કરી વ્યવસ્થા

મનુભાઇ વિઠલાણીની તબિયત નાજુક થતા આ અંગે જિલ્લા કલેક્ટરને પીએમઓમાંથી સૂચના આપવામાં આવી હતી. જેથી તાબડતોબ જિલ્લા કલેક્ટર દ્રારા તાત્કાલિક તેમની સારવાર કરવામાં આવી હતી. અને, ત્રણ દિવસની અંદર જ મનુભાઇ વિઠલાણીએ કોરોનાને મ્હાત આપી છે.અને, હાલ મનુભાઇ વિઠવાણી સંપૂર્ણ સ્વસ્થ થયા છે. આ બાબતે મનુભાઇ વિઠલાણીના પુત્ર અશ્વિનભાઇએ જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો અને ભગવાનનો આભાર માન્યો હતો.

સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીનું આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન

મનુભાઇ વિઠલાણી મહાત્મા ગાંધીજી સાથે કામ કરતા હતા. અને, મનુભાઇ વિઠલાણીએ આરજી હુકૂમતમાં પણ ભાગ લીધો છે .14 વર્ષની ઉંમરે મનુભાઇને અંગ્રેજોએ હદ પાર કર્યા હતા. અને ત્યારબાદ 14 વર્ષની ઉંમરે પૂના ખાતે તેઓ મહાત્મા ગાંધીજીને મળ્યા હતા. તેમની આ સેવાને જ યાદ રાખીને પીએમઓ ઓફિસ દ્વારા તેમની સારસંભાળ લેવામાં આવી હતી. અને, સમયાંતરે મનુભાઇ વિઠલાણીની તબિયતના ખબરઅંતર પુછવામાં આવતા હતા.

કોરોના સામે લડવા દ્રઢ મનોબળ-આત્મવિશ્વાસની છે જરૂર

કોરોના થયા બાદ અનેક લોકોની માનસિક સ્થિતિ ખરાબ થઇ જતી હોય છે અને લોકો મનથી હારી જતા હોય છે જેના કારણે તેઓની શારિરીક સ્થિતિ વધુ ખરાબ થાય છે ત્યારે દ્રઢ મનોબળ અને પોઝિટિવ વિચારો રાખવામાં આવે તો કોરોનાને મ્હાત આપી શકાય છે. બસ આવા જ વિચારો સાથે 95 વર્ષીય મનુભાઇ વિઠલાણીએ કોરોનાને માત આપી છે. અને, તેમની તબિયત બરાબર થઇ જતા તેમના સગાસંબંધીઓ અને શુભેચ્છકોએ રાહત અનુભવી છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">