ભારતની CORONA વેક્સિન પહોંચતા જ ભાવુક થયા આ દેશના વડાપ્રધાન, વિમાનમાંથી જાતે ઉતાર્યા બોક્સ

ભારતની CORONA વેક્સિન ડોમિનિકન રિપબ્લિક પહોંચી હતી. ભારતે આ ટાપુ દેશમાં 35,000 CORONA વેક્સિન મોકલી છે. વેક્સિનના આ જથ્થાના કારણે ડોમિનિકન રિપબ્લિકની વસ્તીના લગભગ અડધા લોકોનો જીવ બચાવી શકાશે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 10, 2021 | 4:52 PM

ભારતની CORONA વેક્સિન ડોમિનિકન રિપબ્લિક પહોંચી હતી. ભારતે આ ટાપુ દેશમાં 35,000 CORONA વેક્સિન મોકલી છે. વેક્સિનના આ જથ્થાના કારણે ડોમિનિકન રિપબ્લિકની વસ્તીના લગભગ અડધા લોકોનો જીવ બચાવી શકાશે. રિપબ્લિકના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રીરીટે 19 જાન્યુઆરીએ ભારત સરકારને કોરોના વેક્સિન મોકલવાની અપીલ કરી હતી.

 

ભાવુક થયા ડોમિનિકન રિપબ્લિકના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રીરીટ

ભારતની CORONA વેક્સિન ડોમિનિકન રિપબ્લિક પહોંચતા જ ડોમિનિકન રિપબ્લિકના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રીરીટ ભાવુક થયા હતા. વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રીરીટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોની પ્રશંસા કરી છે. ડોમિનિકન વડાપ્રધાને કહ્યું કે ભારત તરફથી આટલી જલ્દીથી કોરોના વેક્સિન રૂપે મદદ મળશે તેની કલ્પના નહોતી. ડોમિનિકન રિપબ્લિકના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રીરીટે કહ્યું કે અમારી પ્રાર્થના પૂરી થઈ છે. વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રીરીટે ભારતથી વેક્સિન લઈને આવેલા વિમાનમાંથી જાતે ચાલીને કોરોના વેક્સિનના બોક્સ ઉતાર્યા હતા.

Prime Minister of Dominican Republic Roosevelt Skerritt

 

વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

ભારતની CORONA વેક્સિન ડોમિનિકન રિપબ્લિક પહોંચતા ત્યાંની સરકાર દ્વારા વેક્સિનના સ્વાગત માટે એક ઔપચારિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડોમિનિકન વડાપ્રધાને કહ્યું, “મારી વિનંતીઓનો જવાબ આટલી જલ્દીથી મળી જશે એવી મને કલ્પના પણ નહોતી. કોઈ પણ સમજી શકે છે કે આટલી ગંભીર કટોકટીમાં કોઈપણ દેશ માટે પોતાનું રક્ષણ કરવું પડકાર છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે આ શક્ય બન્યું હતું. તેમણે અમારી માંગણીઓને મેરિટએન આધારે સ્વીકારી અને અમારા લોકોની સમાનતાનો સ્વીકાર કર્યો છે.”

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">