India EU Counsil : કોરોના સંકટમાં વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કરી અપીલ, કોરોના વેક્સીન પર પેટન્ટ દુર કરો

India EU Counsil : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન યુનિયનના 27 દેશોની કાઉન્સિલમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ.

India EU Counsil : કોરોના સંકટમાં વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કરી અપીલ, કોરોના વેક્સીન પર પેટન્ટ દુર કરો
FILE PHOTO
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: May 22, 2021 | 11:53 AM

India EU Counsil : યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઇકલના આમંત્રણને માન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત-ઇયુના આગેવાનોની બેઠકમાં ભાગ લીધો હતો. વિવિધ માળખા હેઠળ યોજાયેલી આ બેઠકમાં યુરોપીય યુનિયનના તમામ 27 સદસ્ય રાષ્ટ્રના આગેવાનો ઉપરાંત યુરોપીયન કાઉન્સિલ અને યુરોપીયન કમિશનના પ્રમુખે ભાગ લીધો હતો. ઇયુએ પહેલી વાર ઇયુ+27 માળખા હેઠળ ભારત સાથે બેઠક યોજી હતી. યુરોપીયન યુનિયન કાઉન્સિલના પોર્ટુગીઝ પ્રેસિડેન્સીએ આ બેઠક માટે પહેલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કરી અપીલ India EU Counsil માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન યુનિયનના 27 દેશોની કાઉન્સિલમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા  સંબોધન કર્યુ. યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઇકલના આમંત્રણને માન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત-ઇયુના આગેવાનોની બેઠકમાં ભાગ લીધો હતો.યુરોપિયન યુનિયનની કાઉન્સિલને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કોરોના વેક્સીન પર પેટન્ટ દુર કરવા અપીલ કરી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

India EU Counsil માં મુક્ત વેપાર કરાર ઇયુ પ્લસ 27 ના વિશિષ્ટ ફોર્મેટમાં યોજાયેલી મીટિંગમાં 27 દેશોના રાજ્યોના વડાઓ સાથે વડાપ્રધાનની વર્ચુઅલ મીટિંગમાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટ કરવા પણ સંમત થયા હતા. તેના સમય અને અન્ય પાસાઓ પર સંબંધિત પક્ષોના વાણિજ્ય મંત્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં કોવિડ સહયોગ ઉપરાંત પરસ્પર વેપાર, પર્યાવરણ, સુરક્ષા, આતંકવાદ, સળગતા પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કોવિડ કટોકટી એ બેઠકમાં ચર્ચાના કેન્દ્રમાં હતી. ઈયુના દેશો દ્વારા આપવામાં આવતી સહાય બદલ ભારતે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તો યુરોપિયન યુનિયનના દેશોએ ભૂતકાળમાં ભારત દ્વારા આપવામાં આવેલી સહાયને યાદ કરી.

ભારત અને યુરોપિયન યુનિયન મળીને કામ કરશે India EU Counsil માં ભારત અને ઈયુએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે નવા પડકારોનો સામનો કરવા વિશ્વને એક થવાની જરૂર છે. ભારત અને ઈયુ હરિત અને સ્વચ્છ ઉર્જા પર સાથે મળીને કામ કરવા પણ સંમત થયા. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું પાલન કરતા ભારત અને ઇયુ મળીને કામ કરશે.

યુરોપિયન યુનિયને કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વભરમાં થયેલાં મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. બંને પક્ષો પેરિસ કરાર અંતર્ગત બાદ 2030 સુધીમાં હરિત, સ્વચ્છ અને નવી ઉર્જા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. ભારતે ઇયુના સભ્ય દેશોની તેમની મદદ બદલ પ્રશંસા કરી. ભારત વતી કહેવામાં આવ્યું હતું કે આ સહકારથી બંને વચ્ચેના સંબંધોમાં વધુ સુધારો થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">