Sputnik V : કોરોના વેક્સિન લીધા બાદ શારીરિક સંબંધથી રહો દુર, રશિયામાં લોકોને આપવામાં આવી રહી છે સલાહ

રશિયાની વેક્સિન સ્પુટનિક-વી(Sputnik V)ની વૈશ્વિક સ્તરે માંગ છે. કારણ કે 60 કરતાં વધુ દેશોએ સ્પુટનિક-વી(Sputnik V)) સપ્લાય કરવાના કરારો પર હસ્તાક્ષર કર્યા છે.તમને જણાવી દઈએ કે જો સ્પુટનિક રસીનો પ્રથમ જથ્થો 1 મે ના રોજ ભારત પહોંચ્યો હતો,

Sputnik V : કોરોના વેક્સિન લીધા બાદ શારીરિક સંબંધથી રહો દુર, રશિયામાં લોકોને આપવામાં આવી રહી છે સલાહ
People in Russia are being advised after taking the Sputnik V vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 3:12 PM
Sputnik V: રશિયામાં લોકોને કોરોના વેક્સિન (Corona vaccine)લીધા બાદ શારીરિક સંબંધથી દુર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસ (Corona virus)ની 2-2 વેક્સિન બનાવી ચૂકેલા રશિયા(Russia)એ દુનિયામાં સૌથી ઓછું વેક્સિનેશન કરનાર દેશમાંથી એક છે. રશિયાની સ્પુતનિક-V વેક્સિન (Sputnik V)ને પણ અત્યાર સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)પાસે મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

રશિયાના આરોગ્ય અધિકારી (Health officer)ઓએ એ લોકોને સલાહ આપી છે કે, તે કોરોના વેક્સિન (Corona vaccine)લીધા બાદ અંદાજે ત્રણ દિવસ સુધી શારીરિક સંબંધથી દુર રહેવું જોઈએ,રશિયામાં આ પહેલા પણ લોકોને વેક્સિનેશન બાદ વોડકા, ધ્રુમપાન ન કરવાની સલાહ આપી હતી.

કોરોના વાયરસ (Corona virus)ની 2-2 વેક્સિન બનાવી ચૂકેલું રશિયા (Russia)દુનિયાના સૌથી ઓછા વેક્સિનેશન કરનાર દેશમાંથી એક છે. રશિયામાં માત્ર 13 ટકા લોકોને જ કોરોના વાયરસ વેક્સિનના 2 ડોઝ આપવામાં આવ્યા છે.જ્યારે અન્ય યુરોપીય દેશોમાં આ આંકડો 30 ટકા ઉપર છે. રશિયા વેક્સિનેશન (Russia vaccination)ની ધીમી ગતિની અલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

ડૉ ડેનિસ ગ્રેફરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મારું માનવું છે કે, સૌ કોઈ શારીરિક સંબંધ વિશે જાણે છે કે, તેમાં વધુ શક્તિનો ઉપયોગ થાય છે. માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, વેક્સિન લીધા બાદ શારિરીક સંબંધ બાંધવો યોગ્ય નથી. જે લોકોએ હાલમાં જ વેક્સિન લીધી છે તેમને શારીરિક સંબંધથી દુર રહેવું જોઈએ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રશિયા(Russia)એ તેમના નાગરિકોને સ્પુતનિક વી વેક્સિનના ડોઝ આપી રહ્યું છે. આ વેક્સિન પણ એસ્ટ્રાજેનેકની વેક્સિનની જેમ 2 ડોઝવાળી છે. રશિયાની સ્પુતનિક વી વેક્સિનને પણ અત્યારસુધી વિશ્વ સ્વાસ્થય સંગઠનમાંથી મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યું છે. અનેક દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વેક્સિન કોરોના વાયરસ વિરુદ્ધ અસરકારક રહી છે. રશિયા આ વેક્સિનને કોરોના વિરુદ્ધ 91.6 ટકા અસરકારક હોવાનો દાવો કરે છે. અત્યારસુધીમાં ભારત સહિત દુનિયાના 67 દેશોએ આ વેક્સીનને મંજૂરી આપી દીધી છે.

રશિયન રસી સ્પુટનિક-વી(Sputnik V)ની વૈશ્વિક સ્તરે માંગ છે. કારણ કે 60 કરતાં વધુ દેશોએ સ્પુટનિક-વી(Sputnik V) સપ્લાય કરવાના કરારો પર હસ્તાક્ષર કર્યા છે.તમને જણાવી દઈએ કે જો સ્પુટનિક રસીનો પ્રથમ જથ્થો 1 મે ના રોજ ભારત પહોંચ્યો હતો, તો તેનો ઉપયોગ 1 મેથી જ રસીકરણના ત્રીજા તબક્કામાં થયો હતો.સ્પુતનિક-V વેક્સિન હવે ભારતમાં ઉપલબ્ધ છે અને ગુજરાત (gujarat)માં પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : World Population Day 2021: જાણો ક્યારે અને કેમ મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ ? 2027 સુધીમાં ચીનને પછાડશે ભારત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">