સારવાર તો ઠીક મોત બાદ અંતિમ ક્રિયા પણ ના મળી, લાશને રેતીમાં દાટવા લોકો મજબુર, જૂઓ તસ્વીરો

Dead Bodies Found Buried In Unnao: નદી બાદ હવે રેતીમાં દફન કરેલી કોરોનાના દર્દીઓની લાશો

  • Publish Date - 9:10 pm, Fri, 14 May 21 Edited By: Kunjan Shukal
1/5
બિહારના બક્સરમાં ગંગા નદી અને યુપીના ગાઝીપુર-બલિયામાં સેંકડો મૃતદેહો વહેતા જોવા મળ્યા બાદ હવે ઉન્નાવમાં રેતીમાં કોવિડની લાશને દફન કરવાનો મુદ્દો સામે આવ્યો છે. ગંગાના કાંઠે મોટી સંખ્યામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. લાકડા અને પૈસાની અછતને કારણે લોકોએ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવાને બદલે દફન કરી અંતિમ સંસ્કાર કર્યાં.
2/5
સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા 1 મહિનામાં 300થી વધુ મૃતદેહ અહીં અંતિમ સંસ્કાર માટે આવ્યા છે. મોટાભાગના મૃતદેહો ખોદીને દફનાવવામાં આવ્યા છે. જેના કારણે ઘાટના કાંઠે દફન કરવા માટે કોઈ સ્થાન બચ્યુ નથી. બક્સર અને રૌતાપુરના ઉન્નાવના બે ઘાટમાં આવી સ્થિતિ જોવા મળી છે.
3/5
આ ઘટના અંગે ઉન્નાવના જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, "અમારી ટીમને ગંગા નદીની રેતીમાં ઘણા મૃતદેહો દફનાવેલા મળ્યા છે. ઉન્નાઓના બક્સર ઘાટ પર મોટી સંખ્યામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર અને દફન વિધી કરવામાં આવી છે".
4/5
ઉન્નાવના રૌતાપુર ઘાટ નજીક રેતીમાંથી આ લાશ મળી આવી છે. રૌતાપુર, મિરઝાપુર, લંગાપુર, ભાટપુરવા, રાજેપુર, કણીકામાઉ, ફતેપુર સહિતના ડઝનથી વધુ ગામોના લોકો આ ઘાટ પર અંતિમ સંસ્કાર માટે આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ પર લાંબી લાઈન છે અને અંતિમ સંસ્કાર માટે ઉંચા ભાવ માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં ગરીબ લોકો લાશને રેતીમાં દફનાવી દે છે.
5/5
ઉન્નાવ જિલ્લા અધિકારી રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે ઉન્નાઓના બક્સર ઘાટ પર જ્યાં 3 જિલ્લાઓની મર્યાદા છે, લોકો મૃતદેહને દફનાવવા અને તેના અંતિમ સંસ્કાર કરવા આવે છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે સ્થળ પર તપાસ માટે પોતાના એસડીએમ અને સીઓ મોકલ્યા છે.