પાકિસ્તાને ચીન, ઓક્સફર્ડ, રશિયાની વેક્સિનને મંજૂરી આપી, પણ કોઈ પાકિસ્તાનને વેક્સિન આપતુ નથી

પાકિસ્તાન સરકારે રશિયાની કોવિડ રસી સ્પુટનિક વી ને કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને માન્ય કરેલી આ ત્રીજી રસી છે,પણ કોઈએ હજુ સુધી રસી આપી નથી.

પાકિસ્તાને ચીન, ઓક્સફર્ડ, રશિયાની વેક્સિનને મંજૂરી આપી, પણ કોઈ પાકિસ્તાનને વેક્સિન આપતુ નથી
IMRANKHAN PAKISTAN
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 24, 2021 | 3:44 PM

ભારત, અમેરિકા, યુકે, ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વિરુદ્ધ રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. ભારત પાડોશી દેશોને પણ રસી ભેટ મોકલી રહ્યું છે, પરંતુ પડોશી દેશ હજી આ રાહ જોઇ રહ્યું છે કે રસી કોણ આપશે. થોડા દિવસો પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે ચીન પોતાની સિનોફાર્મ રસી આપવા જઈ રહ્યું છે અને હવે ઇસ્લામાબાદ પણ ઇમર્જન્સી માટે રશિયન બનાવટની રસી સ્પુટનિક વીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ચુકી છે પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાનને આ રસી ક્યારે મળશે? પાકિસ્તાનની વેબસાઇટ, ડોન ડોટ કોમ અનુસાર, દેશની સરકારે રશિયાની કોવિડ રસી સ્પુટનિક વી ને કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને માન્ય કરેલી આ ત્રીજી રસી છે પરંતુ રસીકરણ પ્રક્રિયા હજી ત્યાં શરૂ થઈ નથી. તેનાથી વિપરિત, 3 જાન્યુઆરીએ ભારતમાં કટોકટીના ઉપયોગ માટે બે રસીઓને મંજૂરી આપવામાં આવી હતી અને 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ શરૂ થયું હતું. એટલું જ નહીં, 20 જાન્યુઆરીથી ભારતે તેના પડોશીઓને રસી મોકલવાનું શરૂ કર્યું. ગયા અઠવાડિયે, પાકિસ્તાનની દવા નિયમનકારી સંસ્થાએ ઓક્સફર્ડ એસ્ટ્રેઝેનેકા રસીને મંજૂરી આપી હતી અને તે પહેલાં પાકિસ્તાનમાં ચીની બનાવટ સિનોફાર્મ રસીને મંજૂરી આપવામાં આવી હતી. જયારે ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પુણે સેન્ટરમાં ઓક્સફર્ડ-એસ્ટ્રેજેન્કા રસી ઉત્પન્ન કરવા માટે આત્મનિર્ભર રહ્યું છે, ત્યારે ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી દેશી કોરોના રસી હવે સલામત માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે ચીને 31 જાન્યુઆરી સુધીમાં કોરોના રસીના 5 લાખ ડોઝ પાકિસ્તાનને મોકલવાનું વચન આપ્યું છે. પાકિસ્તાને સૌથી પહેલા ચીની રસી વાપરવાની મંજૂરી આપી હતી, પરંતુ હજી સુધી આ રસી ઇસ્લામાબાદ પહોંચી નથી. તે જ સમયે, ઓક્સફર્ડ-એસ્ટર્ઝેન્કા રસીના ભાવ પાકિસ્તાનના પહેલાથી ખાલી ખિસ્સામાં છેદ કરી શકે છે. ખરેખર, જો પાકિસ્તાનને આ રસી મળે છે, તો તેણે એક રસી માટે 6 થી 7 ડોલર ચૂકવવા પડશે જે પાકિસ્તાની રૂપિયામાં 1125 રૂપિયા સુધી કિંમત થાય છે. આ સિવાય ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે તેઓ આ રસી કેટલા સમયમાં પાકિસ્તાન મોકલી શકશે. આ મૂંઝવણનો સામનો કરીને પાકિસ્તાને હવે રશિયાની સ્પુટનિક વી રસીને મંજૂરી આપી દીધી છે. ડોન ન્યૂઝ અનુસાર, પાકિસ્તાને તેની 70 ટકા વસ્તીને રસીકરણ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">