Oxygen Production: ગુજરાત અને મહારાષ્ટ્રનાં દર્દીઓની જીવનડોર આ શહેરનાં હાથમાં, પુરો પાડે છે 40000 કિલો ઓક્સિજનનો જથ્થો

Oxygen Production: દેશ કોરોનાની ભયાનક ત્રાસદીમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં પોઝિટિવિટી રેશિયો 8 ટકાથી વધીને બમણો થઇ ગયો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઑક્સીજનની તિવ્ર અછત મોટો પડકાર છે

Oxygen Production: ગુજરાત અને મહારાષ્ટ્રનાં દર્દીઓની જીવનડોર આ શહેરનાં હાથમાં, પુરો પાડે છે 40000 કિલો ઓક્સિજનનો જથ્થો
Oxygen Production: ગુજરાત અને મહારાષ્ટ્રનાં દર્દીઓની જીવનડોર વાપી શહેરનાં હાથમાં
Follow Us:
| Updated on: Apr 20, 2021 | 1:18 PM

Oxygen Production: દેશ કોરોનાની ભયાનક ત્રાસદીમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં પોઝિટિવિટી રેશિયો 8 ટકાથી વધીને બમણો થઇ ગયો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઑક્સીજન (Oxugen)ની તિવ્ર અછત મોટો પડકાર છે. ત્યારે દિલ્લીથી લઇને મહારાષ્ટ્ર સુધી ઓક્સિજનની સ્થિતિ ગંભીર છે.

ગુજરાતમાં હાલત એ છે કે પોતાની જરૂરિયાત સાથે પાડાશી રાજ્યને પણ મદદ કરવા માટે હવે સરકારે વાપીનાં યુનિટોને કહેવું પડ્યું છે કે તે ઉદ્યોગોની જગ્યાએ વાપીથી રોજનાં 40 ટન ઓક્સિજન (Oxygen)નો જથ્થો ગુજરાત અને મહારાષ્ટ્ર માટે સ્પેર કરે. કોરોના પહેલા વાપીનાં નાના યુનિટો કે જે રોજનાં 15 થી 20 ટનનું ઉત્પાદન કરતા હતા તેમને પણ સુચના આપીને રાજ્યનાં મહાનગરો કે જે હાલમાં ઓક્સિજનની અછતનાં કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેમને જથ્થો આપવા તાકીદ કરી છે. આવા યુનિટો મહારાષ્ટ્રને પણ રોજનો 40 ટન જેયલો જથ્થો ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

Oxygen Production: ગુજરાત અને મહારાષ્ટ્રનાં દર્દીઓને વાપીનાં ઓક્સિજનની સહાય

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Oxygen Production: ગુજરાત અને મહારાષ્ટ્રનાં દર્દીઓની જીવનડોર આ શહેરનાં હાથમાં

હાલમાં દર્દીઓની સંખ્યા કુદકે અને ભુસકે જે રીતે વધી રહી છે તેને લઈને દર એક કે બે દિવસનાં આંતરે ઓક્સિજનનો જથ્થો મંગાવવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને મેન્યુફેકચરિંગ યુનિટમાં ઓકિસજનનાં સિલિન્ડર સપ્લાય કરવામાં આવે છે. વાપીનાં 10 કરતા વધુ ટ્રેડર દ્વારા આ જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે. સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સે ઓક્સિજન ઉત્પાદકોને પૂરતો સપ્લાય કરીને અછત દૂર કરવા અપીલ કરવી પડી છે તો રાજકોટમાં ઓક્સિજન સાથે કિટની માગમાં પણ વધારો થયો છે અને કિટની માગ 200થી વધીને 1 હજાર થઇ છે.

આ તરફ અમદાવાદમાં પણ ઓક્સિજનની અછતે ઉત્પાદકોની મુશ્કેલી વધારી છે અને ઓક્સિજન કોને આપવો અને કોને ન આપવો તેને લઇને ઉત્પાદકો મુંઝવણમાં મુકાયા છે તો આ તરફ મહેસાણામાં કૃત્રિમ ઓક્સિજન મશીન પુરો પાડતી સંસ્થાએ 3 મશીનો મુકીને દર્દીઓની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે તો વડોદરાા પાદરાના ગવાસદ ખાતે આવેલી કંપનીમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. રોજિંદા 4 ટનની માગ હવે 18 ટન થતા કંપની સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

વાપીમાં હરિયા હોસ્પિટલમાં રોજના 1 હજાર લિટર ઓક્સિજનનો જથ્થો રહી શકે તેવી ટેન્ક ઊભી કરાય છે. ટેન્કમાં આ પ્રક્રિયા બાદ મેડિકલ ઓેકિસજનમાં કન્વર્ટ કરી ગેસથી પાઇપલાઇન મારફતે ઓક્સિજન હોસ્પિટલમા અપાય છે. રોજના 1 હજારમાંથી 700થી 800 લિટર ઓક્સિજન વાપરવામાં આવે છે.

સરકારના આદેશ મુજબ મેડિકલ ક્ષેત્રમાં ઓક્સિજનનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે.  વાપી,દમણ,સેલવાસમાં કોવિડ પહેલા 1 ટન ઓક્સિજનની જરૂર પડતી હતી, હવે 7.5 ટન ઓક્સિજનની માગ છે. આ જથ્થો સ્થાનિક ઉદ્યોગો પુરો પાડી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીઝમાં બંધ કરી ગુજરાત અને મહારાષ્ટ્રમાં સરેરાશ 35 થી 40 ટન ઓક્સિજન જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">