સારા સમાચાર : હવે કોરોના વેક્સિન માટે CoWIN પોર્ટલ પર Online registration કરવું ફરજિયાત નથી, સરકારે કરી સ્પષ્ટતા

સરકારે કહ્યું કે હવે 18 વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ નાગરિક Online registration વિના સીધા જ નજીકના રસીકરણ કેન્દ્રમાં જઈ રસી મેળવી શકશે.

સારા સમાચાર : હવે કોરોના વેક્સિન માટે CoWIN પોર્ટલ પર Online registration કરવું ફરજિયાત નથી, સરકારે કરી સ્પષ્ટતા
હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર મળશે કોરોના રસી

કોરોના રસીકરણ અંગે એક સારા સમાચાર સામે આવ્યા છે. રસીકરણના ઓન લાઈન રજીસ્ટ્રેશનની અનિવાર્યતા દુર કરતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવે કોરોના વેક્સિન માટે CoWIN પોર્ટલ પર Online registration કરવું ફરજિયાત નથી. સરકારે કહ્યું કે હવે 18 વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ નાગરિક CoWIN પોર્ટલ પર Online registration વિના સીધા જ નજીકના રસીકરણ કેન્દ્રમાં જઈ રસી મેળવી શકશે. ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકોને રસી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલો બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કર બહેનો ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરના સ્લમ વિસ્તારોમાં રસીકરણ માટે લાભાર્થીઓને સીધા જ નજીકના રસીકરણ કેન્દ્ર પર CoWIN પોર્ટલ પર  Online registration કર્યા વગર સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી વેક્સિન લેવા માટે મદદ કરી રહ્યા છે. રજીસ્ટ્રેશન માટે 1075 હેલ્પલાઇન પણ કાર્યરત છે. અધિકારીઓએ કહ્યું કે કે રસીકરણ માટેની તમામ પદ્ધતિઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટેકાર્યરત છે અને ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણની પ્રક્રિયા સરળ બનાવી રહી છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) CoWIN પોર્ટલ દ્વારા સરળ રજીસ્ટ્રેશન, કો-વિન પર રસીકરણના રજીસ્ટ્રેશનના ઘણા બધા પ્રકારોમાંથી એક છે.  કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત 19.84 કરોડ ડોઝ એટલે કે લગભગ કુલ રસીકરણના ડોઝના 80 ટકા CoWIN પોર્ટલ પર Online registration કર્યા વગર ઓનસાઇટ એટલે કે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવ્યા છે. કો-વિન CoWIN પોર્ટલ પર નોંધાયેલા 28.36 કરોડ લાભાર્થીઓમાંથી 16.45 કરોડ એટલે કે લગભગ 58 ટકા લાભાર્થીઓએ સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

દેશમાં 26.05 કરોડથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબદેશમાં અત્યાર સુધીમાં કુલ 26.05 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. દેશમાં કોવિડ રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સહયોગ મળી રહ્યો છે.

દરમ્યાન કોરોના વેક્સીનનો બગાડ થતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર રાજ્યોને આના પ્રભાવી ઉપયોગની સલાહ સતત આપી રહી છે. વેક્સીનનો બગાડ જેટલો ઓછો થશે તેટલો વધુ લોકોને વેક્સીન આપી શકાશે.

રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે દરેક રસીકરણ સત્રમાં ઓછામાં ઓછા 100 લોકોને રસી આપવામાં આવે તો રસીનો બગાડ થતો અટકાવી શકાય છે. મંત્રાલયે કહ્યું છે કે વેક્સીનના ફાયદાઓ અંગે ગ્રામીણ અને જનજાતીય વિસ્તારોમાં જાગૃતિ વધારવાની જરૂરિયાત છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati