Lockdown in UP : હાઈકોર્ટના નિર્દેશો પર CM યોગી આદિત્યનાથે કહ્યું, રોજગારી જરૂરી, લોકડાઉન લાગું નહિ થાય

Lockdown in UP : અલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશો પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકડાઉન લગાવવાનો ઇનકાર કર્યો.

Lockdown in UP : હાઈકોર્ટના નિર્દેશો પર CM યોગી આદિત્યનાથે કહ્યું, રોજગારી જરૂરી, લોકડાઉન લાગું નહિ થાય
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 7:42 PM

Lockdown in UP : ઉત્તરપ્રદેશમાં વધતા જતા કોરોના સંક્રમણ અંગે અલાહાબાદ હાઈકોર્ટે પાટનગર લખનૌ સહીત પાંચ શહેરોમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન લાગું કરવાના નિર્દેશો આપ્યા હતા. આના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

લોકડાઉન લાગું નહિ થાય અલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશો પર જવાબ આપતા ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યના પાંચ શહેરોમાં લોકડાઉન લાગુ કરવાની પાડી દીધી છે. સરકાર વતી કહેવામાં આવ્યું છે કે લોકડાઉન (Lockdown in UP) લાગુ કરવાથી ગરીબો ભોગ બને છે. હાઈકોર્ટે સોમવારે સવારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારને પાંચ શહેરો લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધીમાં લોકડાઉ લગાવવાનો આદેશ આપ્યો છે.

લોકડાઉનથી ગરીબોની રોજગારી પર અસર યુપી સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે માહિતી વિભાગના SC નવનીત સહગલે કહ્યું કે આજે નામદાર હાઇકોર્ટના આદેશમાં ઉત્તરપ્રદેશ સરકારના પ્રવક્તાએ માહિતી આપી છે કે રાજ્યમાં કોરોના કેસ વધ્યા છે અને તેના માટે કડક નિયંત્રણ જરૂરી છે. કોરોના નિયંત્રણ માટે સરકારે ઘણા પગલા લીધા છે, આગળ પણ કડક પગલા લેવામાં આવશે. જીવન બચાવવા સાથે ગરીબોની આજીવિકા પણ બચાવવી પડે છે. તેથી, શહેરોમાં હજી સંપૂર્ણ લોકડાઉન (Lockdown in UP ) કરવામાં આવશે નહીં. ઘણી જગ્યાએ લોકો પોતાની રીતે જ બંધ પાળી રહ્યાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હાઈકોર્ટે આપ્યો હતો આ નિર્દેશ ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના ચેપની બીજી લહેર ખૂબ જ ખતરનાક બનવાના કારણે અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મોટા સૂચન કર્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરતા લખનૌ સહિત પાંચ સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં 19 એપ્રિલથી 26 એપ્રિલ સુધી લોકડાઉન કરવાનો નિર્દેશ આપ્યો છે.

એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સિદ્ધાર્થ વર્મા અને ન્યાયાધીશ અજિત કુમારે નિર્દેશ આપ્યો છે કે 19 એપ્રિલથી લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, વારાણસી અને ગોરખપુરમાં લોકડાઉન લાગુ કરવું જોઈએ આ પછી કેસની આગામી સુનાવણી 26 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

કોવિડ પરની જાહેરહિતની સુનાવણી કરતાં અલાહાબાદ હાઈકોર્ટે તેના 15 પાનાના નિર્દેશમાં રાજ્ય સરકારને 26 એપ્રિલ સુધીમાં પાંચ શહેરોમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર રાજ્યમાં 15 દિવસના લોકડાઉન અંગે વિચારણા કરવા પણ જણાવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">