Omicron Variant: ભારતે આ દેશોને ‘જોખમવાળી’ કેટેગરીમાં મૂક્યા, એરપોર્ટ પર મુસાફરોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત

Omicron variant: ઓમિક્રોન કોવિડ વેરિયન્ટની પ્રથમ તસવીર સામે આવી, ઇટાલિયન સંશોધકોએ તસવીર પ્રકાશિત કરી

Omicron Variant: ભારતે આ દેશોને 'જોખમવાળી' કેટેગરીમાં મૂક્યા, એરપોર્ટ પર મુસાફરોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત
corona test
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 2:07 PM

કોરોનાના નવા ‘ઓમિક્રોન’ વેરિઅન્ટને (Omicron Variant)લઇને સમગ્ર વિશ્વ ચિંતામાં આવી ગયુ છે. ભારત સરકારે પણ કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના ખતરાને જોતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરુ શરૂ કરવા અંગે સચેત બની છે. રવિવારે નવી ગાઇડલાઇન જાહેર કરીને કેન્દ્ર સરકારે લગભગ એક ડઝન દેશોને “જોખમવાળી” શ્રેણીમાં મૂક્યા છે. આ દેશોના રસી લીધેલી હોય તેવા લોકોને મુક્તિમાંથી દૂર કરવામાં આવ્યા છે.

20 મહિનાથી વધુના લાંબા અંતરાલ પછી, સરકારે 26 નવેમ્બરે જાહેરાત કરી હતી કે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે. જો કે, પરિસ્થિતિને જોતા સરકાર ફરીથી તેની સમીક્ષા કરવા જઈ રહી છે.

RT-PCR ટેસ્ટ ફરજિયાત

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેન્દ્ર સરકારે ‘રિસ્ક’ કેટેગરીના દેશોમાંથી આવતા અથવા તે દેશો મારફતે ભારતમાં આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. ઉપરાંત, સેમ્પલ ટેસ્ટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી પેસેન્જરને એરપોર્ટ છોડવા દેવામાં આવશે નહીં. પોઝિટિવ આવતા તેમને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવશે. બીજી તરફ, નેગેટિવ આવવા છતાં, તમારે 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને આઠમા દિવસે ફરીથી તપાસ કરવી પડશે.

કયા દેશો “જોખમવાળી” શ્રેણીમાં છે?

જે દેશોમાં કોવિડ-19ના ‘ઓમિક્રોન’ વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે તેવા દેશોને “જોખમવાળી” શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. નવી ગાઇડલાઇન અનુસાર, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ “જોખમવાળી” શ્રેણીમાં છે.

જો કે આ નિર્ણય બાદ કેનેડામાં નવા વેરિઅન્ટના બે કેસ પણ સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં આ નવા પ્રકારની શોધના સમાચાર 24 નવેમ્બરના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને આપવામાં આવ્યા હતા. જો કે, ભારતમાં આ પ્રકારનો કોઈ કેસ નોંધાયો નથી.

શું મહારાષ્ટ્રમાં સંક્રમિત વ્યક્તિમાં મળશે નવો વેરિઅન્ટ ?

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) ના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ નથી. તે 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરથી ડોમ્બિવલી આવ્યો હતો. સંક્રમિત વ્યક્તિના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે.

નવો વેરિઅન્ટ વધુ ચેપી હોવાની પુષ્ટિ થઈ નથી: WHO

WHOએ કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઓમિક્રોન વેરિઅન્ટ કોવિડના ડેલ્ટા સહિત અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી છે કે કેમ અને તે પ્રમાણમાં વધુ ગંભીર રોગનું કારણ બને છે કે કેમ. WHOએ કહ્યું કે “ઓમિક્રોન સાથે સંકળાયેલા લક્ષણો અન્ય સ્વરૂપોથી અલગ હોવાનું સૂચવવા માટે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઓમિક્રોન વેરિઅન્ટ્સની ગંભીરતાના સ્તરને સમજવામાં ઘણા દિવસોથી કેટલાક અઠવાડિયા લાગી શકે છે” WHO એ તમામ દેશોને અપીલ કરી છે કે ઓમિક્રોન અંગેની ચિંતાઓને કારણે દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ ન મૂકે.

દિલ્હી AIIMS ના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં 30થી વધુ ફેરફારો જોવા મળ્યા છે, જે તેને રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરી શકે છે અને તેથી જ તેની સામે રસીની અસરકારકતાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ઇશાંત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં સતાવી રહી છે વારંવાર આ સમસ્યા, જેની કિંમત ખૂબ મોંઘી રહે છે

આ પણ વાંચોઃ વેપારીઓ ચેતી જતો, આ રીતે Paytm થી પેમેન્ટ કર્યાના નામે અમદાવાદમાં વેપારીઓને છેતરી રહ્યા છે ઠગ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">