Omicron: ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ ! વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ રદ કરવામાં આવી

ઓમિક્રોનથી ક્રિસમસ (Christmas) વીકએન્ડ પર પણ ગ્રહણ લાગ્યું છે. એટલું જ નહીં, આ વેરિઅન્ટને કારણે નવા વર્ષની ઉજવણી પણ ફિક્કી પડી રહી છે. સમાચાર અનુસાર, ઓમિક્રોનને જોતા વિશ્વભરમાં 6,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

Omicron: ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ ! વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ રદ કરવામાં આવી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 2:01 PM

કોરોના વાયરસના (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) વધતા ખતરાને જોતા લોકો હવે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ઓમિક્રોનથી ક્રિસમસ (Christmas) વીકએન્ડ પર પણ ગ્રહણ લાગ્યું છે. એટલું જ નહીં, આ વેરિઅન્ટને કારણે નવા વર્ષની ઉજવણી પણ ફિક્કી પડી રહી છે. સમાચાર અનુસાર, ઓમિક્રોનને જોતા વિશ્વભરમાં 6,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે હજારો ફ્લાઈટો મોડી પડી છે.

શનિવારે વિશ્વભરમાં લગભગ 2,800 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 970 થી વધુ ફ્લાઇટ્સ યુએસ એરપોર્ટ પરથી શરૂ થવાની હતી અથવા પહોંચવાની હતી. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન 8,000 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. શુક્રવારે, 2,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 11,000 ફ્લાઇટ્સ મોડી પડી હતી. જ્યારે રવિવારે 1,100 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ઘણા પાયલટ, ફ્લાઇટ એટેન્ડન્ટ અને અન્ય સ્ટાફ કોરોનાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

પીક ટ્રાવેલ ટાઈમ પર ફ્લાઈટ્સ થઈ રહી છે કેન્સલ યુએસની યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એર લાઇન્સ દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જે કોવિડ-19 ચેપના વધારા વચ્ચે સ્ટાફની અછતને કારણે શુક્રવારે લગભગ 280 જેટલી હતી. આ ઉપરાંત, લુફ્થાંસા, જેટબ્લુ, અલાસ્કા એરલાઇન્સએ પણ પીક ટ્રાવેલ સમયે ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

નાતાલ દરમિયાન લોકો મોટી સંખ્યામાં પ્રવાસ કરે છે. જો કે, ઓમિક્રોનના વિસ્તરણે આ વખતે ઉજવણી પર ગ્રહણ લગાડ્યું છે. ઘણા લોકો જેઓ આ સમય દરમિયાન તેમના પરિવાર અને સંબંધીઓને મળવા માટે પ્રવાસ કરે છે, તેઓને આ વખતે ઘરની ચાર દિવાલોમાં ઉજવણી કરવાની ફરજ પડી છે. યુ.એસ.માં, તાજેતરના સમયમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે કોવિડ -19 ના કેસ વધ્યા છે.

આગામી દિવસોમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થશે ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસો અંગે માહિતી આપતાં, દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારને પ્રથમ શોધનાર ડૉ. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે ભારતમાં ઓમિક્રોનના કારણે ચેપના કેસોમાં વધારો જોવા મળશે. તેમના મતે, મોટાભાગના લોકોમાં સામાન્ય લક્ષણો આવવાની અપેક્ષા છે, જેમ કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળી રહ્યું છે. કોએત્ઝીએ કહ્યું, હાલની રસીઓ ચેપને ઘટાડવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો : Farm Laws: શું કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પર નવું બિલ લાવશે? કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી સ્પષ્ટતા, કહ્યું…

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના ‘બૂસ્ટર ડોઝ’ના નિર્ણય પર વિપક્ષી નેતાઓએ શ્રેય લેવાનું શરૂ કર્યું, રાહુલ ગાંધીએ કહ્યું- આખરે પીએમએ મારી વાત સ્વીકારી

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">