Omicron Variant: કોરોનાના નવા ઓમિક્રોન વેરીઅન્ટથી કેટલું જોખમ છે અને કેવા છે તેના લક્ષણો? જાણો આનો જવાબ

WHOએ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટનો અભ્યાસ પૂર્ણ કરવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે. આ અભ્યાસ દ્વારા એ જોવામાં આવશે કે તેના ફેલાવામાં કોઈ ફેરફાર થાય છે કે કેમ.

Omicron Variant: કોરોનાના નવા ઓમિક્રોન વેરીઅન્ટથી કેટલું જોખમ છે અને કેવા છે તેના લક્ષણો? જાણો આનો જવાબ
symbolic picture

દક્ષીણ આફ્રીકા (South Africa) માં તાજેતરમાં પ્રથમ વખત જોવા મળેલા કોરોના વાયરસ (Coronavirus) ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’  એટલે કે ચિંતાવાળો વેરિઅન્ટ તરીકે જાહેર કર્યો છે. WHOએ શુક્રવારે કહ્યું કે ઓમિક્રોન સૌપ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે મળી આવ્યો હતો. તે 9 નવેમ્બરના રોજ સેમ્પલમાંથી લેવામાં આવ્યું હતું.

WHOએ જણાવ્યું હતું કે, COVID-19 મહામારી વિજ્ઞાનમાં એક હાનિકારક ફેરફાર દર્શાવતા પુરાવાના આધારે, TAG-VE એ WHOને આ પ્રકારને VOC તરીકે નિયુક્ત કરવાની સલાહ આપી હતી. આ રીતે WHOએ તેને VOC નામિત કર્યો છે અને તેનું નામ Omicron રાખ્યું છે.

ઘણા દેશો ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવા વેરિઅન્ટને કારણે શેરબજાર અને તેલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. આ કારણે વૈશ્વિક આર્થિક રિકવરીને ભારે ફટકો પડવાની પણ શક્યતા છે. યુએન હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે ઓમિક્રોનનો અભ્યાસ પૂર્ણ થવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે. આ અભ્યાસ દ્વારા એ જોવામાં આવશે કે તેના ફેલાવામાં કોઈ ફેરફાર થાય છે કે કેમ. આ વેરિઅન્ટ પર કોવિડ રસી કેટલી અસરકારક છે અને તેની સારવાર કેવી રીતે થશે. આનો પણ અભ્યાસ કરવામાં આવશે.

ઓમિક્રોન વેરિઅન્ટને લઈને શું જોખમ છે?

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોરોનાવાયરસ સ્પાઇક પ્રોટીનમાં ઓમિક્રોન વેરિઅન્ટમાં સૌથી વધુ મ્યુટેશન છે. આ વેરિઅન્ટ લોકોમાં કેટલી સરળતાથી ફેલાય છે તેના પર અસર કરી શકે છે. WHO એ શુક્રવારે ઓમિક્રોન વેરિઅન્ટ માટેના ડેટાનું મૂલ્યાંકન કરવા નિષ્ણાતોના એક ગ્રુપની બેઠક બોલાવી હતી. આરોગ્ય સંસ્થાએ કહ્યું, પ્રારંભિક પુરાવા સૂચવે છે કે આ વેરિઅન્ટથી સંક્રમિત થવાનું જોખમ વાયરસના અન્ય વેરિઅન્ટ કરતા વધારે છે. દક્ષિણ આફ્રિકાના લગભગ તમામ પ્રાંતોમાં આ વેરિઅન્ટના કેસોની સંખ્યા વધી રહી છે.

ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો શું છે?

દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD) એ જણાવ્યું છે કે હાલમાં B.1.1.1.529 વેરિઅન્ટના સંક્રમણ પછી કોઈ અસામાન્ય લક્ષણો નોંધાયા નથી. એનઆઈસીડીએ એમ પણ કહ્યું કે ડેલ્ટા જેવા અન્ય ચેપી સ્વરૂપો સાથે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાંથી કેટલાક લોકો એસિમ્પ્ટોમેટિક પણ છે.

શું કોરોના ટેસ્ટ દ્વારા ઓમિક્રોનને શોધી શકાય છે?

WHO મુજબ, વર્તમાન SARS-CoV-2 PCR ડાયગ્નોસ્ટિક્સ આ વેરિઅન્ટને શોધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ઘણી પ્રયોગશાળાઓએ નિર્દેશ કર્યો છે કે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા પીસીઆર પરીક્ષણમાં ત્રણ લક્ષ્ય જનીનો શોધી શકાયા નથી. આવી સ્થિતિમાં ટેસ્ટ કરવા પર જો એવું થાય છે તો, અમે તેને ઓમિક્રોન વેરિઅન્ટને ઓળખવા માટે એક માર્કર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.  આવા અભિગમનો ઉપયોગ કરીને વેરિઅન્ટને ઝડપથી ઓળખી શકાય છે.

આ પણ વાંચો :  હવે નેપાળની નજર ભારતના આ ત્રણ વિસ્તાર પર, પૂર્વ વડાપ્રધાન ઓલીએ કહ્યું સત્તામાં આવીશ તો ‘પરત લઇ લઈશું’

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati