Omicron: આંધ્ર પ્રદેશમાં વિદેશથી પરત આવેલા 277 ભારતીય નાગરિકો ગાયબ, વધતા ઓમિક્રોન કેસના પગલે પોલીસ શોધમાં લાગી

આંધ્ર પ્રદેશના સત્તાવાળાઓ 277 ભારતીય નાગરિકોને શોધી રહ્યા છે જે તાજેતરના દિવસોમાં વિદેશમાંથી પાછા ફર્યા છે અને શ્રીકાકુલમ, વિઝિયાનગરમ અને વિશાખાપટ્ટનમના ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગુમ થયા છે.

Omicron: આંધ્ર પ્રદેશમાં વિદેશથી પરત આવેલા 277 ભારતીય નાગરિકો ગાયબ, વધતા ઓમિક્રોન કેસના પગલે પોલીસ શોધમાં લાગી
Omicron Cases (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:58 PM

દેશમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ને ધ્યાનમાં રાખીને સરકાર અને વહીવટીતંત્ર (Government and Administration) એલર્ટ પર છે અને સતત વિદેશ(Abroad)થી આવતા લોકો પર દેખરેખ રાખી રહી છે. જો કે બહારથી આવતા લોકો પર નજર રાખવી પ્રશાસન માટે મુશ્કેલ કામ સાબિત થઈ રહ્યું છે. હવે એવા અહેવાલ છે કે વિદેશથી આંધ્ર પ્રદેશ(Andhra Pradesh) પરત ફરેલા 277 ભારતીય નાગરિકો ‘ગુમ’ થઈ ગયા છે અને હવે વહીવટીતંત્રે તેમની શોધ કરવી પડશે. આંધ્ર પ્રદેશના સત્તાવાળાઓ 277 ભારતીય નાગરિકોને શોધી રહ્યા છે જેઓ તાજેતરના દિવસોમાં ઘણા દેશોમાંથી પાછા ફર્યા છે.

શ્રીકાકુલમ, વિઝિયાનગરમ અને વિશાખાપટ્ટનમના ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગુમ થયા છે. પોલીસનું કહેવું છે કે 1 ડિસેમ્બરથી દક્ષિણપૂર્વ આફ્રિકાના એક માલાવી વિદ્યાર્થી સહિત 2,389 ભારતીય વિશાખાપટ્ટનમ આવ્યા છે.

14 દિવસમાં 2400 જેટલા લોકો આંધ્ર પ્રદેશ આવ્યા

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પોલીસના જણાવ્યા અનુસાર 1 થી 14 ડિસેમ્બરની વચ્ચે લગભગ 2,389 લોકો અહીં પહોંચ્યા હતા. આરોગ્ય કર્મચારીઓ તેમાંથી 1,364 ને શોધી શક્યા અને બાકીનાને શોધી શક્યા નથી, જેની યાદી હવે પોલીસ પાસે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશના 11 રાજ્યોમાંથી ઓમિક્રોનના 101 કેસ નોંધાયા છે, જ્યારે વિશ્વના 91 દેશોમાંથી ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

રાજ્ય પોલીસે તેમાંથી 861 લોકોને ટ્રેસ કર્યા છે, પરંતુ 164 લોકોની જાણકારી મળી નથી. તેમાના મોટાભાગના એનઆરઆઈ છે જે સામાન્ય રીતે શિયાળા દરમિયાન તેમના ઘરે મળવા આવે છે. તેઓએ ભારત આવતા પહેલા ભરેલા ફોર્મમાં પોતાના ઘરના એડ્રેસ કોઇપણ લેન્ડમાર્ક વગર લખી દીધા છે. જેના કારણે તેમના ઠેકાણા મળી રહ્યા નથી.

ફોર્મમાં ખોટી માહિતી આપતા લોકો

એક પોલીસ અધિકારીએ કહ્યું, ક્યારેક તેમના દ્વારા ભરાયેલા ફોર્મમાં ફોન નંબર ખોટા હોય છે. વિસ્તારોના નામ બદલી દીધા છે. ખૂબ જ મુશ્કેલીથી અમે 861 લોકોને શોધી શક્યા. અમે બાકીના લોકોને ટૂંક સમયમાં શોધી કાઢીશું.

12 ડિસેમ્બરે આફ્રિકન દેશ માલાવીથી આવેલા એક વિદેશી વિદ્યાર્થીનો RT-PCR ટેસ્ટ કરી તેને ઈન્ટરનેશનલ હોસ્ટેલના એક રૂમમાં આઈસોલેટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જિલ્લા મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. તિરુપતિ રાવે જણાવ્યું હતું કે, ‘અમે વિઝાગ પહોંચેલા 164 સિવાયના તમામના RT-PCR ટેસ્ટ કર્યા છે.’

શ્રીકાકુલમમાં 94 લોકોની શોધ ચાલુ

વિદેશથી પરત ફરેલા 614 લોકો જેમાં દક્ષિણ આફ્રિકાના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે, તેમનો રિપોર્ટ હજુ સુધી CCMB દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી. વિદેશથી પરત ફરેલા 520 લોકોને અત્યાર સુધીમાં શોધી કાઢવામાં આવ્યા છે, બાકીના 94 લોકોની શોધ ચાલુ છે. વિઝિયાનગરમમાં 338 લોકો વિદેશથી પાછા ફર્યા છે અને તેમાંથી 312ને શોધી કાઢવામાં આવ્યા છે. અન્ય 7 જિલ્લામાં લોકો રહે છે. મેડિકલ ટીમ બાકીના 19 લોકોને શોધી રહી છે.

આંધ્ર યુનિવર્સિટીએ 5 નવેમ્બરથી વિવિધ દેશોના 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. જેમાં સૌથી વધુ અંગોલામાંથી 17 અને સ્વાઝીલેન્ડમાંથી 15 વિદ્યાર્થીઓ છે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાના બે વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ મેળવ્યો છે. જો કે, અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વિશે કોઇ જાણકારી મળી શકી નથી. કારણકે અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના દેશમાં ગયા હતા, પરંતુ તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ તેઓ હજુ પાછા ફર્યા નથી.

આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,350 રૂપિયા, જાણો દુબઈ સહીત અન્ય દેશોની સ્થિતિ

આ પણ વાંચો : Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">