New Corona Vaccine : ભારતમાં વધુ એક કોરોના વેક્સીનને મળી મંજુરી, એક્સપર્ટ કમિટીએ આપી લીલી ઝંડી

New Coroan Vaccine : વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતમાં ત્રીજી કોરોના વેક્સીન સ્પુટનિક વી (sputnik v) ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

New Corona Vaccine : ભારતમાં વધુ એક કોરોના વેક્સીનને મળી મંજુરી, એક્સપર્ટ કમિટીએ આપી લીલી ઝંડી
રચનાત્મક તસ્વીર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Apr 12, 2021 | 5:05 PM

New Coroan Vaccine : કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરમાં રાજ્ય સહીત સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે . કોરોનાના કેસો વધી રહ્યાં છે એવામાં દેશ માટે એક સારા સમાચાર આવ્યાં છે. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતમાં ત્રીજી કોરોના વેક્સીન સ્પુટનિક વી (sputnik v) ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

sputnik v ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ ભારતમાં કોવિડ-19 સંક્રમણ ઝડપથી વિકસતા ડેટાને જોતાં ત્રીજી કોરોના રસી  (New Coroan Vaccine )ને મંજૂરી આપવામાં આવી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ માટેની રસીના સ્ટોકને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ કમિટીએ sputnik v ના ઈમરજન્સી ઉપયોગ અંગે સોમવારે એક બેઠક યોજી હતી જેમાં આ રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ હતી. ભારતના રસીકરણ મહાઅભિયાનમાં કોવેક્સીન અને કોવીશીલ્ડ સાથે હવે આ ત્રીજી કોરોના વેક્સીન જલ્દી જ જોડાઈ જશે.

91.6 ટકા અસરકારક ‘સ્પુટનિક વી’: RDIF તાજેતરમાં રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ RDIF અને હૈદરાબાદ સ્થિત વર્ચો બાયોટેક વચ્ચે ભારતમાં સ્પુટનિક વી રસીના નિર્માણ માટે સમજૂતી કરવામાં આવી હતી. બંને તરફથી એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે ટેકનોલોજી ટ્રાન્સફરનું કામ 2021 ના ​​બીજા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારબાદ રસીનું કમર્શિયલ ઉત્પાદન શરૂ થશે. તેમના નિવેદન મુજબ સ્પુટનિક 91.6 ટકા અસરકારક છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાલ કોવેક્સીન અને કોવીશીલ્ડનો ઉપયોગ દેશમાં જાન્યુઆરી મહિનામાં કોરોના રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થઈ હતી. હાલ આ રસીકરણ અભિયાનમાં ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશીલ્ડ રસી આપવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં દેશમાં કુલ 10,45,28,565 લોકોને આ કોરોના વાયરસની રસી આપવામાં આવી ચુકી છે.

આ વર્ષના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં કોરોનાની વધુ પાંચ રસી લોંચ થવાનાઅહેવાલો છે. તેમાં સ્પુટનિક વી, બાયોલોજિકલ ઇ-વિકસિત જોહ્ન્સન અને જોહ્ન્સનનો રસી, સીરમ ઇન્ડિયાની નોવાવાક્સ રસી, ઝાયડસ કેડિલાની ઝયકોવ-ડી રસી અને ભારત બાયોટેકની ઇન્ટ્રાનસલ રસી શામેલ છે.

દેશમાં 10 કરોડ ડોઝ આપવામાં આવ્યા ભારત કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આજે કુલ રસીકરણ કવરેજમાં 10 કરોડ ડોઝના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચી ગયું છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 15,17,963 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 10,15,95,147 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 35 લાખ કરતાં વધારે ડોઝ સાથે કુલ રસીકરણ કવરેજ 10 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">