કોરોનાની બીજી લહેર વચ્ચે સારા સમાચાર, નાઈટ કર્ફ્યુ અને લોકડાઉનથી દેશના 18 રાજ્યોમાં ઘટ્યા કોરોનાના નવા કેસ

New cases of corona dropped : 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા ઉપાયોને કારણે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો, જયારે 16 રાજ્યોમાં કેસો વધ્યા છે.

કોરોનાની બીજી લહેર વચ્ચે સારા સમાચાર, નાઈટ કર્ફ્યુ અને લોકડાઉનથી દેશના 18 રાજ્યોમાં ઘટ્યા કોરોનાના નવા કેસ
FILE PHOTO
Nakulsinh Gohil

|

May 11, 2021 | 6:11 PM

New cases of corona dropped : દેશમાં કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં સતત વધતા કોરોનાના કેસોમાં પાંચ દિવસ પછી સારો એવો ઘટાડો નોંધાયો છે. 11 મે ના દિવસે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર કોરોનાના નવા 3,29,942 કેસો નોંધાયા છે અને એક્ટીવ કેસો પણ ઘટીને 37,15,221 થયા છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે નાઈટ કર્ફ્યુ અને લોકડાઉનથી દેશના 18 રાજ્યોમાં કોરોનાના નવા કેસ ઘટ્યા છે.

18 રાજ્યોમાં કેસો ઘટ્યા, 16 રાજ્યોમાં વધ્યા મીડિયાને સંબોધન કરતાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશના 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા ઉપાયોને કારણે કોરોનાના નવા કેસોમાં ઘટાડો (New cases of corona dropped) થવા માંડ્યો છે. જો કે 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

આ 18 રાજ્યોમાં કેસો ઘટ્યા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ બિહાર અને ગુજરાતમાં કરોનાના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો (New cases of corona dropped)થયો છે.

આ રાજ્યોમાં કેસો વધી રહ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પંજાબ, આસામ, જમ્મુ-કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પોંડીચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં દરરોજ નવા કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 13 રાજ્યો એવા છે જ્યાં 1 લાખથી વધુ એક્ટીવ કેસ છે. 6 રાજ્યોમાં એક્ટીવ કેસોની સંખ્યા 50,000 થી 1 લાખની વચ્ચે રહે છે. એવા 17 રાજ્યો છે જ્યાં 50,000 થી ઓછા એક્ટીવ કેસ છે.

દેશમાં કોરોના પોઝિટિવિટી રેટ 21 ટકા થયો ICMR ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું કે દેશમાં કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટીને 21 ટકા થયો છે. તેમણે કહ્યું કે 30 એપ્રિલ, 2021 ના ​​રોજ સૌથી વધુ 19,45,299 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા, જે વિશ્વમાં સૌથી વધુ છે. બલરામ ભાર્ગવે કહ્યું કે બધી સરકારી અને ખાનગી આરોગ્ય સંભાળ સુવિધાઓમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ (આરએટી)ની મંજૂરી હોવી જોઈએ, જેના માટે કોઈ માન્યતા જરૂરી નથી. અમે ઘર આધારિત ટેસ્ટ અંગે પણ વિચાર કરી રહ્યા છીએ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati