Nagpur Positive News : નાગપુરના પ્રાણી પ્રેમી રંજીતનાથનું આ કાર્ય જોઇ આપ પણ કહેશો વાહ !

Nagpur : રંજીત નાથ, જેઓ નાગપુરના (Nagpur) રહેવાસી છે. રંજીત કોરોના મહામારીની શરુઆતથી જ લગભગ 190 શ્વાસને ચિકન બિરયાની (Chicken Biryani) ખવડાવે છે. લોકો પ્રેમથી તેમને રંજીત દાદા પણ કહે છે. 

Nagpur Positive News : નાગપુરના પ્રાણી પ્રેમી રંજીતનાથનું આ કાર્ય જોઇ આપ પણ કહેશો વાહ !
શ્વાનને બિરયાની ખવડાવતા રંજીત નાથ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 22, 2021 | 2:54 PM

Nagpur : કોરોના (Corona) મહામારીના આ સમયગાળામાં એવા કેટલાય લોકો છે જેમને એક સમયનું ભોજન પણ ઘણી મુશ્કેલીથી મળી રહ્યુ છે અને લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિ એવી છે જે રોજ ઘરની બહાર નિકળી રહી છે પણ તે પોતાના માટે નહી પરંતુ અબોલ જીવો માટે.

રસ્તા પર રખડતા શ્વાન (Dogs) ભૂખ્યા ન રહે તે માટે રંજીતનાથ કે જેઓ નાગપુરના રહેવાસી છે તેમણે કોરોના મહામારીની શરુઆતથી જ લગભગ 190 શ્વાનને ચિકન બિરયાની (Chicken Biryani) ખવડાવે છે. લોકો પ્રેમથી તેમને રંજીત દાદા પણ કહે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શ્વાન માટે બનાવાય છે 30-40 કિલો  બિરયાની 

રંજીત નાથ (Ranjeet Nath)  મહામારીની શરુઆતથી રોજ લગભગ 40 કિલો બિરયાની બનાવી રહ્યા છે અને  રસ્તા પર રખડતા 190 શ્વાનને ખવડાવે છે. એએનઆઈ ન્યુઝ એજન્સીને ઇન્ટરવ્યુ દરમિયાન રંજીત નાથે કહ્યુ કે હું બુધવાર,શુક્રવાર અને રવિવારે વ્યસ્ત હોવ છુ કારણ કે હું શ્વાન માટે 30-40 કિલોગ્રામ બિરયાની તૈયાર કરુ છું. તેઓ હવે મારા બાળકો જેવા છે. હું જીવીશ ત્યાં સુધી આ કામ કરીશ. આ કામથી મને ખુશી મળે છે.

રંજીત નાથના દિવસની શરુઆત બિરયાનીની તૈયારી સાથે થાય છે. તેઓ બપોરથી જ બનાવાનુ શરુ કરી દે છે અને રોજ સાંજે 5 વાગ્યે પોતાના બાઇક પર એક મોટુ વાસણ લઇ રખડતા શ્વાનને ખવડાવા માટે શહેરમાં નિકળે છે. નાથ જણાવે છે કે મારી પાસે 10-12 નિશ્ચિત સ્થાન છે અને મારા બાળકો એ જગ્યાઓ વિશે જાણે છે. જેવો તેઓ મને જોવે છે મારી તરફ દોડવા લાગે છે. હું રસ્તા પર જાનવરો સાથે ભેદભાવ નથી કરતો બિલાડીઓને પણ ખવડાવું છું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">